પેટ સારી રીતે સાફ થઇ જશે અને પૂરો દિવસ સારો પસાર થશે ફકત કરો આ ઉપાય..

WhatsApp Group Join Now

ગેસ, અપચો, પેટ દુખાવો વગેરે. આ દરેક સમસ્યા સિવાય એક બીજી સમસ્યા જેનાથી દરેક વ્યક્તિ ને દરરોજ સવારે સામનો કરવો પડે છે તે છે પેટ નું સાફ ન થવું. અમુક લોકો પેટ સાફ કરવા માટે ચૂર્ણ ની મદદ લે છે, પરંતુ ક્યારેક ક્યારેક એનાથી પણ કોઈ ઈલાજ થતો નથી. આજે અમે તમને પેટ સાફ કરવા ના અમુક એવા ફાયદાકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગ થી તમારું પેટ રોજ સારી રીતે સાફ થઇ જશે અને પૂરો દિવસ સારો પસાર થશે.

તો ચાલો જાણી લઈએ ઘરેલું નુસખા..ફુદીનો અપચો સાથે સંકળાયેલ લક્ષણો મટાડવામાં મદદ કરે છે અને પેટ સાફ કરે છે. તમે ફુદીનાના પાનની ચા પી શકો છો અથવા તેને પીસીને ચટણી બનાવીને ખાઈ શકો છો. તમે તમારા ભોજન ફુદીનો પણ ઉમેરી શકો છો, જેનાથી તરત પેટ સાફ થઇ જશે.વરિયાળી અને સફેદ જીરું પાઉડર લો અને તેને શેકી લો.

આ મિશ્રણની અડધી ચમચી દિવસ દરમિયાન જરૂર લેવી. વરિયાળી અને સફેદ જીરું પાઉડરનું મિશ્રણ દર ત્રણથી ચાર કલાક પછી લઈ શકાય છે, જેનાથી પેટ ની દરેક સમસ્યા દુર થઇ જશે અને પેટ સાફ રહેશે.પેટ સાફ રાખવા માટે એક ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરો. પછી આ મિશ્રણ પીવો.

અપચો સામે લડવા માટે તમારે આ મિશ્રણ દિવસ દરમિયાન બેથી ત્રણ વખત લેવું આવશ્યક છે, જેથી અપચા ની સમસ્યા દુર થઇ જશે.ગરમ પાણી પેટને શુદ્ધ કરે છે, પાચનશક્તિ ને વધારે છે અને દરેક પ્રકારના ઝેર સાફ કરે છે. ગરમ પાણી પાચક સિસ્ટમમાંથી અશુદ્ધિઓને સાફ કરે છે અને તેનાથી પેટનો દુખાવો પણ સમાપ્ત થાય છે. આ સાથે તે પેટને સાફ કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો, આ તમારા શરીરને હાઇડ્રેટ રાખશે અને મળ ત્યાગમાં પણ સરળતા રહેશે.

WhatsApp Group Join Now