ગ્રહોની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે.
દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર થાય. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે.
“નવગ્રહનો સેનાપતિ મંગળ તેમની જ રાશિ મેષમાં વક્રી એટલે કે ઉલટી ચાલથી ચાલવા જઇ રહ્યા છે. આ રાશિમાં મંગળ વક્રી ચાલથી ચાલશે અને મીન રાશિમાં પહોંચી ઉલટી ચાલ ચાલશે.
આ દરમિયાન પહેલા તબક્કામાં મંગળનો આ ગોચર કઇ-કઇ રાશિ માટે સમસ્યા રહેશે, અને માટે શુભ નીવડશે. આવો જાણીએ મંગળનું વક્રી થવાથી શું પરિણામ મળશે
મેષ : મેષ રાશિમાં વક્રી થવાથી તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થઇ શકે છેઅ ને તમારી ઉર્જા પર અસર કરી શકે છે. તમે થાકનો અનુભવ કરશો.
વૃષભ : તમારા ખર્ચમાં વધારો થઇ શકે છે. સાથે જ તમે ભાગીદારીથી દૂર રહો. સ્વાસ્થ્યને લઇને સાવચેત રહો.
મિથુન : આ ગોચરથી મિથુન રાશિના જાતકોને ખૂબ ફાયદો થશે અને કોઇ પ્રિય સાથે રોમાન્સનો અનુભવ થશે સાથે જ તમારો સંબંધ મજબૂત થશે.
કર્ક : આ ગોચરથી કર્ક રાશિના જાતકોને સારી વ્યાપારિક ડીલ કરી શકે છે. તમારુ ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ : આ ગોચરથી તમને લાભ થઇ શકે છે. અને સ્થાન પરિવર્તનનો સામનો પણ કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
કન્યા : કન્યા રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો વિચારીને લેવા જોઇએ આ સમયે તમાને ઇજા કે કોઇ દુર્ઘટનાથી પણ સાવચેત રહેવું જોઇએ.
તુલા : આ ગોચરથી તમારી પ્રગતિ ધીમી પડી શકે છે અને તમારી ચિંતામાં વધારો થઇ શકે છે.
વૃશ્વિક : વૃશ્વિક રાશિના લોકોએ દૈનિક વ્યાયામ અને યોગ પર તમારે આ સમયે ધ્યાન આપવાની જરૂરત છે. તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે.
ધન : તમારે તમારા સીનિયર સાથે બોલાચાલી થઇ શકે છે. તમને તેમની કોઇ વાત ખરાબ લાગી શકે છે. પારિવારિક મામલામાં ધૈર્યથી કામ લેવાની જરૂરત છે.
મકર : આ ગોચરથી તમે કામમાં વ્યસ્ત રહેશો. તમને નવી જવાબદારીઓ પણ મળી શકે છે. તમારી માતાના સ્વાસ્થ્યને લઇને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કુંભ : આ ગોચરથી તમે સારી ડીલ કરી શકો છો. તમારા આત્મવિશ્વાસનું સ્તર ઉંચુ રહેશે.
મીન : મીન રાશિના જાતકોએ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો રડી શકે છે. ઘરમાં પત્નીથી વાત કરતા થોડીક સાવચેતી રાખવાની જરૂર છે.