Hair Tips: બે મોઢાવાળા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ઘરે બેઠા કરો આ 1 easy કામ

WhatsApp Group Join Now

Hair Tips : ઘણી વાર વાળ જોવામાં તો સ્વચ્છ અને ઘાટ્ટા દેખાઈ છે, પરંતુ બે મોઢાવાળા હોવાના કારણે એનો ગ્રોથ વધતો અટકી જાય છે. બે મોઢાવાળા વાળ ઘણાં કારણસર થાય છે, તેમાંનું એક કારણ છે ગરમી.

ગરમી આપતાં ઉપકરણ જેવાં કે હેર કલર, હેર સ્ટ્રેટનર અને હેર ડ્રાયર જે વાળને નુકસાન કરે છે. તેમાંથી નીકળતી ગરમી વાળને નિસ્તેજ બનાવે છે અને બે મોઢાવાળા બનાવે છે. આજે અમે તમારા માટે હેયર માસ્ક લઈને આવ્યા છે, જે ન ફક્ત બે મોઢાવાળા વાળ માંથી છુટકારો અપાવે છે, પરંતુ તે વાળને ચમકદાર અને ઘાટ્ટા પણ બનાવે છે.

અહી આપણે બે અલગ અલગ રીતો જાણીશું જે લોકો ઈંડા નો ઉપયોગ કરી શકે એમની માટે એક રીત છે અને જે નાં કરી શકે એમના માટે પણ અલગ રીત છે.

ઈંડાંનો હેયર માસ્ક :

ઈંડાંનો માસ્ક બનાવવા માટે સૌથી પહેલાં તમારા વાળની લંબાઈ પ્રમાણે ઈંડાં લેવા. એક બાઉલમાં ઈંડું તોડો તેમાં એક મોટો ચમચો મધ અને લગભગ ત્રણ ચમચી ઓલિવ ઓઈલનું તેલ લઈને મિશ્રણ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દઈ હુફાળા પાણીથી ધોઈ લો. તમારા વાળ સ્મૂધ અને સિલ્કી બની જાય છે.

ઈંડામાં રહેલા પ્રોટીન તમારા વાળને હેલ્દી અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. સાથે જ તમારા બે મોઢાવાળા વાળની સમસ્યા પણ દુર કરે છે.

કેળાંનો માસ્ક :

કેળાંનો માસ્ક બનાવવા માટે એક કેળાંને વ્યવસ્થિત રીતે છૂંદીને, બે ચમચી દહીં, ગુલાબ જળ અને એ ચમચી લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્ષ કરી લેવું. આ તૈયાર મિશ્રણને વાળની મૂળસુધી વાળમાં લગાવો. ૧ કલાક પછી પાણીથી વાળને ધોઈ લેવા.

કેળામાં રહેલા પોટેશિયમ, આયરન, અને વિટામીન- A અને C વાળની દરેક સમસ્યા દુર કરવામાં મદદગાર છે. આ તમારા વાળને પ્રાકૃતિક રૂપથી પોષણ આપે છે, જેનાથી તમારા વાળ કારણ વગર ખરતા નથી અને બે મોઢા વાળા વાળની સમસ્યા પણ દુર થઇ જાય છે.

આ પણ વાંચો : સૂકી ઉધરસ : જાણો એને દૂર કરવાના 6 આસાન ઘરેલુ ઉપચાર

Hair Tips બે મોઢાવાળા વાળમાંથી બચવાના સરળ ઉપાય :

ભીના વાળોમાં ક્યારેય પણ કાંસકો ન ફેરવવો, એનાથી વાળ કમજોર થઈને વચ્ચેથી તુટવા લાગે છે, જેનાથી બે મુખ વાળા વાળની સમસ્યા વધી જાય છે. જો બે મોઢાવાળા વાળની સમસ્યા વધારે હોય તો મહિનામાં એક અથવા બે વાર હેયર ટ્રીમ જરૂર કરાવવું. એનાથી એક તો વાળ દેખાવમાં સારા લાગશે અને સાથે જ એનો ગ્રોથ પણ સારો થશે.

દિવસમાં ૨ થી વધારે વાર વાળમાં કાંસકો ન ફેરવવો. એનાથી પણ વાળ વધારે તૂટે અને ખરે છે. વાળ ધોઈને પછી હળવા હાથે ટુવાલ થી લુછવા અને કુદરતી રીતે હવા લાગવા દેવી. હેયર ડ્રાયર ના ઉપયોગથી પણ વાળ તૂટે અને બે મોઢાવાળા બને છે.

આ પણ વાંચો : સરગવો : કેન્સર સહીત અનેક રોગની છે ઉત્તમ દવા, જાણો એના 6 Healthy ફાયદા

જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહી અને બીજી આવી પોસ્ટ જોવા માટે અમારા Whatsapp ની ચેનલમાં જોડાઈ જાવ.

WhatsApp Channel : https://www.whatsapp.com/channel/0029VagsVNvHgZWX0lQmKW34

આ પણ વાંચો : ડુંગળીનો આવો ઘરેલું ઉપાય નહી જોયો હોય

WhatsApp Group Join Now