મહિલાઓએ પ્રેગ્નેનન્સી દરમ્યાન આ વાતોનું રાખવું હંમેશા ધ્યાન

WhatsApp Group Join Now

ગર્ભાવસ્થા પછી મહિલાઓ નું જીવન નવી ઉમ્મીદ થી ભરાઈ જાય છે અને એને આવનારા દિવસો ની ચિંતા પણ થવા લાગે છે. જ્યારે મહિલાઓ વિચાર. કરે છે તો એના મનમાં ગર્ભાવસ્થા ને લઈને ઘણા બધા સવાલ ઊભા થાય છે. તંદુરસ્ત બાળક માટે મહિલાઓ ડોકટર સિવાય મોટા વડીલો, પાડોશી અને ગૂગલ ને પણ એમનો ડોકટર બનાવી લે છે.

આ વાતને કોઈ નકારી નથી શકતા કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ ને વધારે ધ્યાન રાખવાની જરૂરત હોય છે, પરંતુ એના માટે તમને યોગ્ય જાણકારી હોવી પણ જરૂરી છે. એવામાં આજે અમે તમને ડો. લતિકા સાહની ઉપ્પાલ ની અમુક ટિપ્સ જણાવીશું, જેનાથી તમને જાણકારી મળશે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ ને કઈ કઈ વાતો નું ધ્યાન રાખવું જોઈએ.

હળવો અને તંદુરસ્ત ખોરાક લેવો :- મહિલાઓ ને ગર્ભાવસ્થા પછી એમની ડાયટ નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારી ડાયટ માં હળવો અને તંદુરસ્ત ડાયટ નો સમાવેશ કરવો. કારણકે આ સમયે તમે ફક્ત તમારા માટે જ નહિ પરંતુ બાળકો માટે પણ ખાવ છો. એટલા માટે ધ્યાન રાખવું કે તમારે આ દરમિયાન સ્વસ્થ ખોરાક લેવો.

ફોલિક એસિડ છે સૌથી જરૂરી.- ડાયટમાં ફોલિક એસિડ, આયરન, પ્રોટીન, કૅલ્શિયમ અને મેગ્નેશિયમ થી ભરપુર વસ્તુ જરૂર લેવી, કારણકે એની ઉણપથી બ્રેન (મગજ) ની સમસ્યા આવી શકે છે. એ સિવાય ડાયટ માં ડીએચએન (DHNA) થી ભરપુર વસ્તુ જરૂર દાખલ કરવી. ડાયટ માં નોન વેજીટરિય, ઈંડા, બ્રોકલી, પાલક જરૂર લેવું. કારણકે એનાથી તમને દરેક જરૂરી તત્વ મળી જાય છે.

૮-૯ મહિના ઘરનું કામ કરવાથી થાય છે ફાયદો :- આ આઠમા અને નવમા મહિનામાં સાસુ એમની વહુને ઘરના નાના મોટા કામ જેવા કચરા પોતા કરવા વગેરે કરવાની સલાહ. આપે છે. જણાવી દઈએ કે એક્સપર્ટ મુજબ પણ આ કામ સારું ગણાય છે. એનાથી નોર્મલ ડિલિવરી માં મદદ મળે છે. આ વિશે તમારે તમારા ડોકટર પાસેથી પણ સલાહ લેવી જોઈએ. કારણકે ગર્ભાવસ્થા માં કોઈ કોમ્પલીકેશન હોય તો ડોકટર એવું ન કરવાની સલાહ પણ આપે છે.

ધ્યાનમાં રાખવી આ વાતો :- ઘણી વાર ગર્ભાવસ્થા દરમિયાન એવી કોમોલિકેશન આવી જાય છે, જેમાં વિચાર કર્યા વગર તમારે ડોકટર ની સલાહ લેવી જોઈએ. ગર્ભાવસ્થા  દરમિયાન જો સફેદ પાણી પડતું હોય, બ્લિડિંગ થતું હોય તો સમય પસાર કર્યા વગર તરત ડોકટર ની સલાહ લેવી જોઈએ.

WhatsApp Group Join Now