દરેક વાસ્તુ ના નિયમો નું પાલન કરીને પોતાની સમસ્યા નું નિવારણ કરે છે. પોતાના ઘર ની ખુશી અને સુખ શાંતિ માટે પણ દરેક લોકો અલગ અલગ ઉપાય ને કરતા હોય છે. ઘણીવાર લોકોના ઘરોમાં લાફીંગ બુદ્ધાની નાની-મોટી મૂર્તિઓ જોઈ હશે. લોકો તેને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માને છે અને ગુડ લક લાવવા માટે પોતાના ઘરમાં રાખે છે.
પરંતુ શું તમને ખબર છે કે લાફીંગ બુદ્ધા કોણ હતો. તો ચાલો આજે અમે તમને જણાવીએ છીએ કે છેવટે લાફીંગ બુદ્ધાના હાસ્ય પાછળ છુપાયેલું રહસ્ય શું છે…મહાત્મા બુદ્ધના એક શિષ્ય હતા, જેમનું નામ હોતઈ હતું. તેઓ જાપાનના રહેવાસી હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે હોતેઈને જ્ઞાનની પ્રાપ્તિ થઈ, તો તેઓ જોર-જોરથી હસવા લાગ્યા.તે એક બૌદ્ધ ભિક્ષુક હતા અને તેમને મોજ-મસ્તી કરવાનું ઘણું જ પસંદ હતું.તે જ્યાં પણ જતાં ત્યાં પોતાનું ગોળમટોળ શરીર દેખાડીને દરેકને હસાવતા રહેતા હતા.
આ કારણે જ ચીન અને જાપાનમાં લોકો તેમને હસતા બુદ્ધા બોલાવવા લાગ્યા. જેને અંગ્રેજીમાં લાફીંગ બુદ્ઘા કહે છે. ત્યારથી લોકો તેમને દેવતાની રીતે માનવા લાગ્યા અને તેમની મૂર્તિઓ ઘરમાં રાખવા લાગ્યા. ચીનમાં તો હોતઈ એટલે કે લાફીંગ બુદ્ધાના અનુયાયીઓએ તેમનો એવી રીતે પ્રચાર કર્યો કે ત્યાંના લોકો તેમને ભગવાન માનવા લાગ્યા.