હિંદુ ધર્મ માં ૩૩ કરોડ દેવતા છે, એ દરેક દેવો માં પણ મહાદેવ છે ભોલેનાથ. આજે અમે તમને ભગવાન શિવ ના એવા ૫ રહસ્યમય મંદિરો વિશે બતાવશું જેના વિશે તમે જાણીને હેરાન થઇ જશો. આ મંદિર આજ થી કેટલાય હજાર વર્ષ જુના હશે. તો ચાલો જાણી લઈએ ભારતના એ શિવલિંગ મંદિરો વિશે જે ખુબ જ ખાસ તો છે જ સાથે સાથે ખુબ જ રહસ્યમય પણ છે.
સ્તંભેશ્વર મહાદેવ નું આ મંદિર દિવસ માં બે વાર સવારે અને સાંજે અદ્રશ્ય થઇ જાય છે અને અમુક સમય પછી એ જ જગ્યા પર ફરીથી આવી જાય છે. મંદિર ના દર્શન ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે દરિયામાં ભરતી ઓછી હોય ત્યારે મંદિરના મુલાકાતીઓ ફક્ત શિવલિંગ જોઈ શકે છે. ભરતી દરમિયાન સંપૂર્ણપણે શિવલિંગ ભરાઈ જાય છે અને કોઈ પણ મંદિર સુધી પહોંચી શકતા નથી.
તિલઈ નટરાજ નું આ મંદિર તામિલનાડુના ચિદમ્બર માં આવેલું છે. નટરાજ શિવજીનું જ એક રૂપ છે. જેને સૌથી ઉત્તમ નૃત્યાંગ માનવામાં આવે છે. શિવનું આ મંદિર પાંચેય તત્વોમાંથી આકાશ ને દર્શાવે છે. ખાસ વાત એ છે કે દરરોજ સેકંડો લોકો આ મંદિર માં દર્શન કરવા માટે પહોચે છે.
એકામ્બરેશ્વર મંદિર મંદિર નું એમનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ બતાવવામાં આવ્યું છે. એકામ્બરેશ્વર મંદિર તમિલનાડુ ના કાંચીપુરમ શહેર માં આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિર 3000 વર્ષ જૂનું છે. ભગવાન શિવ નું આ મંદિર ધરતી ના પ્રતીક ને દર્શાવે છે.
રીકાલહસ્તી મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરૂપતિ શહેરની પાસે આવેલું છે. સ્કંદ પૂરાણ અનુસાર આ જ જગ્યા પર અર્જુન ને શ્રીકાલહસ્તી ના દર્શન થયા હતા અને પછી ભારદ્વાજ મુનિના. ભગવાન શિવના આ મંદિર પાંચેય તત્વોમાંથી હવા ને સમર્પિત છે. અહી લોકો ભગવાન શિવ ની પૂજા કરીને એની મુક્તિ ની પ્રાથના કરે છે અને એની ઈચ્છા પૂરી પણ થાય છે.
image credit : chennai in focus . com