હરડે ના ફાયદા : વાળ તેમજ વજન ઉતારવા છે ખુબ જ ઉપયોગી

WhatsApp Group Join Now

હરડે ના ફાયદા : હરડે  અનેક રોગમાં દવા તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. ડાંગ અને સાપુતારામાં હરડેના સૌથી વધુ વૃક્ષ જોવા મળે છે. નાનકડી હરડે મોટા ગુણોથી ભરેલી છે.મૂળ ભારતમાં મળતી આ ઔષધી હરડેને અંગ્રેજીમાં ચેબુલિસ મિરબોલાનના નામથી જાણવામા આવે છે.  આયુર્વેદ અનુસાર હરડેમાં લવણ રસને છોડીને બધા રસ રહેલા છે.

આજકાલ બજારની અંદર ત્રણ પ્રકારની હરડે ઉપલબ્ધ છે.

  • બાલ, હરડે – જેને જવાહરડે પણ કહે છે.
  • પીળી હરડે
  • મોટી હરડે. જેને કાબુલી હરડે પણ કહે છે.

હરડેનું કાચું અને નાનું ફળ જ્યારે વૃક્ષથી નીચે પડી જાય છે ત્યારે તેને નાની હરડે કહે છે. દવા માટે સૌથી વધુ હરડે ના ફળની છાલ નો ઉપયોગ થાય છે. હરડેની અંદર ખાટો, મીઠો, કડવો, તીખો અને કસેલો એમ પાંચ રસ હોય છે.

હરડેનો ઘટ ઉકાળો બનાવીને પીવાથી આ ત્વચા સંબંધી એલર્જી વગેરેમાં લાભ આપે છે. આના સેવન માટે હરડેના ફળને પાણીમાં નાખી ઉકાળીને તેનું ઘાટો રસ બનાવી તેને દિવસમાં બે વખત નિયમિત સેવન કરવાથી ફાયદો થાય છે. ત્વચાની વિશેષ એલર્જીના ઉપચાર માટે હરડેના ફળ અને હળદરને પીસી તેનો લેપ બનાવી પ્રભાવિત જગ્યા પર બે વખત લગાડવો. જેનાથી એલર્જી ઝડપથી દૂર થશે.

Also Read : Health Alert : પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી થઇ શકે છે આ ગંભીર બીમારી

હરડે ના ફાયદા

આના ઉપયોગથી વાળ કાળા, ચમકદાર, બને છે. આ માટે હરડેના ફળને નારિયેળના તેલમાં ઉકાળી તેના લેપને વાળ પર લગાવવો.હરડેમાં અધિકાંશ રોગોને દૂર કરવાથી ક્ષમતા રહેલી છે. એટલે જ તેને હરિતકી કહે છે. હરડેને પેટ સાફ કરવા માટે અને પાચન તંત્રને સુધારી તેને મજબૂત કરવા માટે ઓળખવામાં આવે છે.

આયુર્વેદમાં કહ્યા પ્રમાણે આ હરડે જડી-બુટી ખાવાથી પોષક તત્વોનો શરીરમાં સમાવેશ કરીને શરીરને સ્વસ્થ બનાવે છે. આ ઉપરાંત આ જડી-બુટી આખા શરીરને વિશેષ રૂપે પેટને અને વજન ઓછું કરવામાં મદદ રૂપ થાય છે.કબજીયાતની સમસ્યાથી પીડિત વ્યક્તિ માટે હરડેનો પ્રયોગ વરદાન સમાન છે.

એક રિસર્ચ અનુસાર હરડેમાં ગલ્લિક એસિડ નામનું તત્વ હોય છે. જે એચડીએલ અને એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. અને રક્તમાં પ્લાજમાં ઇન્સુલિન વધી જાય છે. કબજીયાત દૂર કરવા માટે હરડેના ચૂર્ણને મીઠા સાથે ખાવી અથવા 1 કે 2 ગ્રામ લવિંગ કે એલચી સાથે ખાવી.

Also Read : મહાદેવ આ રાશિઓ પર થયા છે પ્રસન્ન, જલદી જ ખુલી જશે ભાગ્યના દ્વાર..

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી હરડે ના ફાયદા સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Ladki Dikri તેની પુષ્ટિ કરતું નથી.)

WhatsApp ChannelJoin WhatsApp Channel

રોજની ઉપયોગી માહિતી અને આરોગ્ય વિષયક ન્યુઝ વાંચો લાડકી દીકરી પર. અહીં તમને મળશે આધ્યાત્મિકજાણવા જેવું , જ્યોતિષધાર્મિક , મનોરંજન અને રસોઈરાશિફળવાસ્તુશાસ્ત્ર, અને લાઈફ સ્ટાઈલ અપડેટ્સ ગુજરાતી ભાષામાં.

WhatsApp Group Join Now