જાણો શુક્રના રાશિ પરિવર્તનની કેવી તમારી રાશિ પર થવાની છે અસર

WhatsApp Group Join Now

દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ રહેલું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. શુક્ર ગ્રહ રવિવારે 1 ઓગસ્ટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ચાર મહિના બાદ રાશિ પરિવર્તન કરી રહ્યો છે.

સાથે સાથે ગુરૂ-શુક્ર એક બીજાની સાતમી રાશિમાં આવવાથી સમસપ્તક યોગ રચાઇ રહ્યો છે. આ સમસપ્તક યોગની 6 રાશિઓ પર શુભ અસર થવાની છે. આ ગોચરથી તમામ રાશિઓ પર સારી અને ખરાબ અસર જોવા મળશે. જાણી લો તમારી રાશિ પર શુક્રના રાશી પરિવર્તન ની કેવી અસર લાવશે.

  • મેષ રાશિ:આ રાશિના લોકો ના પ્રયત્નો સફળ બનશે, પ્રવાસ, મિલન મુલાકાત થઇ શકે છે.
  • વૃષભ રાશિ: આ રાશિના લોકોના નાણાંકીય ખર્ચ અને વ્યય વધશે, વ્યવસાયિક સાનુકૂળતા, લાભ માં અસર થશે.
  • મિથુન રાશિ: આ રાશિના લોકોના મનની મુરાદ મનમાં રહેતી લાગે, સ્વજન- મિલન મુલાકાત થવાનો યોગ બની રહ્યો છે.
  • કર્ક રાશિ: આ રાશિના લોકોને આવકની તક મળી શકે છે, સ્વજનથી સુખ, મહત્વના કામમાં પ્રગતિ થઇ શકે છે.
  • સિંહ રાશિ: આ રાશિના લોકોના જીવનમાં મૂંઝવણ જણાય, તબિયત સુધરે, કાર્ય સફળતા જણાય, પ્રવાસમાં કોઈ ફેરફાર થઇ શકે છે.
  • કન્યા રાશિ: આ રાશિના લોકોના વેપાર- ધંધાના કામમાં પ્રગતિ થશે, સગા સ્નેહીથી આનંદ મળશે.
  • તુલા રાશિ: આ રાશિના લોકોના પ્રવાસ, પ્રતિકૂળતા દૂર થશે, તબિયત નરમ ગરમ થઇ શકે છે.
  • વૃશ્ચિક રાશિ:આ રાશિના લોકોને અગત્યની તક મળે, ભાગ્યફળે, ચિંતાના વાદળો વિખેરાય શકે છે.
  • ધન રાશિ:આ રાશિના લોકોના ગૃહજીવન કૌટુંબિક સમસ્યા દૂર થાય અને સફળતા મળશે.
  • મકર રાશિ: આ રાશિના લોકોને ધીમે ધીમે મનની મુરાદ ફળે, કુટુંબી કાર્ય થાય, સ્નેહીથી મિલન થશે.
  • કુંભ રાશિ:આ રાશિના લોકોના ધાર્યા કામમાં વિલંબ, વિઘ્ન જણાય, કૌટુંબિક સામાજિક પ્રવૃત્તિથી આનંદ મળશે.
  • મીન રાશિ: આ રાશિના લોકોના પ્રવાસમાં સાનુકૂળતા રહેશે, નવીન સંબંધોથી લાભ- પ્રગતિ થઇ શકે છે..
WhatsApp Group Join Now