Winter Health Tips : ઠંડીની ઋતુમાં આ 7 વસ્તુઓના સેવન બાદ ક્યારેય પાણી ના પીવુ જોઈએ, નહિતર થશે મોટુ નુકસાન

WhatsApp Group Join Now

Winter Health Tips : મિત્રો, પાણી પીવુ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામા આવે છે. દરેક વ્યક્તિએ આખા દિવસમા આઠ થઈ દસ ગ્લાસ પાણી નુ સેવન અત્યંત આવશ્યક છે પરંતુ, તમે જો આ ઠંડીની ઋતુમા અમુક વસ્તુઓ નુ સેવન કરો છો તો તેના સેવન બાદ તમારે ક્યારેય પણ પાણી ના પીવુ જોઈએ. તમે ક્યારે અને કેવી રીતે પાણી પીવો છો? તે તમારા ડાયટ પર આધાર રાખે છે. તો ચાલો જાણીએ એવી કઈ ચીજવસ્તુઓ છે, જે ખાધા પછી પાણી પીવાથી તમને હાની થઈ શકે છે.

Winter Health Tips

  1. શેકેલા ચણા : જો તમે આ વસ્તુનુ સેવન કર્યા બાદ  પાણીનુ સેવન કરો છો તો તમને પેટદર્દ ની સમસ્યા થઇ શકે છે. આવુ એટલા માટે થાય છે કારણકે, ચણાને પચાવવા માટે શરીર ને જઠરાગ્નિ ની અગ્નિ ની આવશ્યકતા પડે છે પરંતુ, પાણી પીવાથી આ અગ્નિ શાંત થઈ જાય છે. આ કારણોસર પેટમા તે સારી રીતે પચી શકતા નથી અને પાચનક્રિયા મંદ પડે છે તથા દુઃખાવો થાય છે.
  2. જામફળ : મોટાભાગના લોકો નમક અને મરચુ લગાવી ને જામફળ ખાવુ પસંદ કરે છે પરંતુ, જો ત્યારબાદ પાણી પીવામા આવે તો તેનાથી પેટમા ગેસ ની સમસ્યા થઈ શકે છે. માટે ક્યારેય પણ ભૂલથી પણ આ ફળ નુ સેવન કર્યા બાદ પાણી નુ સેવન કરવુ જોઈએ નહિ.
  3. આઈસ્ક્રીમ : જો તમે આઈસક્રીમ ખાધા બાદ પાણીનુ સેવન કરો તો ગળામા ખરાશ ની સમસ્યા થઇ શકે છે. આ સિવાય દાંતમા દુ:ખાવા ની સમસ્યા પણ રહે છે, જો તમે દાંત ની સમસ્યા સામે રક્ષણ મેળવવા ઈચ્છતા હોવ તો આઈસ્ક્રીમ ખાધા ના ૧૦ મિનીટ પછી પાણી નુ સેવન કરો.
  4. ચા : ચા અથવા તો  કોફી પીધા પછી તમને ઘણીવાર પાણી પીવાની ઈચ્છા થાય છે. આ સમસ્યા જીભ પરના ટેસ્ટ બડ્સ ના કારણે થાય છે. નિરંતર ગરમ લિક્વિડ નુ સેવન કરવાથી શીતળતા ની જરૂર પડે છે અને પાણી પીવાની ઈચ્છા થાય છે પરંતુ, એ વાત યાદ રાખવી કે, ચા કે કોફી પીધાના ૩૦ મિનિટ સુધી પાણી ના પીવુ. તે તમારુ પેટ ખરાબ કરી શકે છે. આ ઉપરાંત પેટમા ભારેપણુ અનુભવાય છે.
  5. મીઠા ફળ : જો તમે કેળા , નાસપતિ , ચીકૂ , અનાનસ , દાડમ વગેરેનુ સેવન કરો તો તુરંત પાણી ના પીવુ. તેમા પુષ્કળ માત્રમા શુગર તથા સાઈટ્રિક એસિડ સમાવિષ્ટ હોય છે. મીઠા ફળ ખાઈને જો તમે પાણીનુ સેવન કરો તો તમને અપચો , ઉધરસ કે શુગર લેવલ  સમસ્યા થઈ શકે છે માટે ક્યારેય પણ આ ભૂલ ના કરવી.
  6. મગફળી :  આ વસ્તુની તાસીર એકદમ ગરમ હોય છે તેથી, તે સ્વાદમા થોડી ગળી હોય છે અને પકૃતિ ના આધારે શુષ્ક હોય છે. તેનુ સેવન કર્યા બાદ મોઢુ સૂકાઈ જાય છે અને તેને ખાધા પછી પાણી પીવાથી ઉધરસ ની સમસ્યા થઈ શકે છે. આવુ વિરોધી પ્રકૃતિ ના કારણે થાય છે. મગફળી નુ સેવન કર્યા ના વીસ મિનીટ બાદ જ પાણીનુ સેવન કરવુ.
  7. મીઠાઈ : કોઈપણ મીઠાઈ કે શુગરયુક્ત ફૂડ ખાધા બાદ તુરંત પાણી ના પીવુ. પાણી શરીરમા શુગર નુ પ્રમાણ શોષવાની તીવ્રતાને વધારે છે અને તેના પ્રભાવથી શરીરમા અપચા ની સમસ્યા રહે છે અને સાથે જ ટાઈપ-૨ ડાયાબિટીસ થવાની શક્યતા પણ વધે છે.

Winter Health Tips in Gujarati Winter Health Tips Winter Health Tips

Also Read : રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, ખુલી જશે 5 રાશિના ભાગ્યના દ્વાર

WhatsApp ChannelJoin WhatsApp Channel

Table of Contents

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી Winter Health Tips Gujarati સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Ladki Dikri તેની પુષ્ટિ કરતું નથી.)

રોજની ઉપયોગી માહિતી અને આરોગ્ય વિષયક ન્યુઝ વાંચો લાડકી દીકરી પર. અહીં તમને મળશે આધ્યાત્મિકજાણવા જેવું , જ્યોતિષધાર્મિક , મનોરંજન અને રસોઈરાશિફળવાસ્તુશાસ્ત્ર, અને લાઈફ સ્ટાઈલ અપડેટ્સ ગુજરાતી ભાષામાં.

Also Read : શરીરના આ અંગો પર કયારેય ન લગાવવો જોઇએ સાબુ નહી તો થઇ શકે છે નુકશાન.

WhatsApp Group Join Now