Tulsi Benefits : આયુર્વેદ અનુસાર તુલસીના પાનનો પ્રયોગ કરવાથી આ 2 રોગો માંથી મળે છે છુટકારો

WhatsApp Group Join Now

Tulsi Benefits : હિંદુ ધર્મ માં તુલસી ના છોડ ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસી ના છોડ ને ભગવાન વિષ્ણુજી ના સૌથી પ્રિય છોડ માનવામાં આવે છે. હિંદુ ધર્મ ને માનવા વાળા લોકો તેમના ઘર અથવા આંગણા માં તુલસી નો છોડ રાખે છે.તુલસીના છોડ વિશે જેટલું મહત્વ જણાવવામાં આવે એટલું ઓછું છે.

ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીના પાનનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર તુલસીને દરરોજ જળ અર્પણ કરવાથી દૈવીય કૃપા બની રહે છે અને વૈકુંઠની પ્રાપ્તિ પણ થાય છે.એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે.

હિન્દૂ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીના છોડને દેવતાઓએ પૃથ્વી પર મનુષ્યોના ઉધ્ધાર માટે મોકલ્યો છે. તુલસીના છોડ સાથે જોડાયેલા અમુક ખાસ નિયમો પણ છે, જેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ. પદ્મ પુરાણ એક શ્લોક માં તુલસી ના છોડ વિશે લખવામાં આવ્યું છે કે તુલસી ના છોડ ના દર્શન કરવાથી જ બધા પાપો નો નાશ થઇ જાય છે.

આ છોડ નો સ્પર્શ કરવાથી જ શરીર એકદમ પવિત્ર થઇ જાય છે. તુલસી ના પાન નો પ્રયોગ પૂજા દરમિયાન કરવાથી મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે. પદ્મ પુરાણ માં તુલસી ને એક દેવી નું રૂપ માનવામાં આવે છે.

ગરુડ પુરાણ મુજબ તુલસીના પાનને શિવજી અને ગણેશજીને અર્પણ ન કરવા જોઈએ. ધર્મ કાંડ માં તુલસી ના છોડ વિશે લખવામાં આવ્યું છે કે ઘર માં તુલસી નો છોડ લગાવવાથી ઘર પવિત્ર રહે છે. દરરોજ એની પૂજા કરવાથી અને એને સ્પર્શ કરવાથી મનુષ્યો ના પૂર્વ જન્મ ના પાપ દુર થઇ જાય છે.

બ્રહ્મવૈવર્ત પુરાણ ના પ્રકૃતિ ખાંડ માં તુલસી વિશે લખવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે તુલસી ના પાન સહીત જળ પીવાથી પાપ માંથી મુક્તિ મળી જાય છે.સ્કંદ પુરાણ માં તુલસી નું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે જે લોકો રોજ તુલસી ની પૂજા કરે છે અને જે લોકોના ઘર માં તુલસી નો છોડ હોય છે.

તે ઘર માં યમદૂત પ્રવેશ કરતા નથી, આ રીતે સ્કંદ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણ માં પણ તુલસી ના છોડ વિશે જાણવા મળે છે અને એને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તુલસી ના પાન નો પ્રયોગ કરી ને ઘણા પ્રકાર ના રોગો માંથી છુટકારો મળી જાય છે.

Tulsi benefits for health

આયુર્વેદિક સ્વરૂપે પણ તુલસીનો છોડ ખુબ જ ઉપીયોગી છે. જેમ જે શરદી-ઉધરસ માટે,દસ્ત થાવા પર,શ્વાશની દુર્ગંધને દૂર કરવા માટે, ઇજા થાવા પર, ચેહરાની ચમક માટે,કેન્સર જેવી બીમારીના ઈલાજ વગેરેમાં તુલસીના પાન ખુબ ફાયદેમંદ રહે છે.

Also read : Rashi Bhagyoday : આ મહીને 4 રાશિના લોકોનો થશે ભાગ્યોદય, તો અન્ય રાશિના લોકોને રહેવું પડશે સાવચેત

WhatsApp ChannelJoin WhatsApp Channel

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Ladki Dikri તેની પુષ્ટિ કરતું નથી.)

રોજની ઉપયોગી માહિતી અને આરોગ્ય વિષયક ન્યુઝ વાંચો લાડકી દીકરી પર. અહીં તમને મળશે આધ્યાત્મિકજાણવા જેવું , જ્યોતિષધાર્મિક , મનોરંજન અને રસોઈરાશિફળવાસ્તુશાસ્ત્ર, અને લાઈફ સ્ટાઈલ અપડેટ્સ ગુજરાતી ભાષામાં.

WhatsApp Group Join Now