તિજોરીમાં રાખો આ વસ્તુ ઘરમાં હંમેશા ટકી રહે છે લક્ષ્મી

WhatsApp Group Join Now

જો ખૂબ મહેનત કરવા છતા પણ તમને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો વાસ્તુ શાસ્ત્ર માં તમારી આ પરેશાની સાથે જોડાયેલ કેટલાક ઉપાય પણ બતાવ્યા છે. વાસ્તુ ના નિયમો નુ પાલન કરવાથી ધન સંબધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું, કેટલીક એવી વાતો જે તિજોરી સાથે જોડાયેલી છે. કેટલીક ખાસ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે તિજોરી માં કઈ જગ્યાએ વસ્તુઓ રાખવી.

ધનના દેવતા કુબેરનો વાસ ઉત્તર દિશામાં હોય છે. તેથી ઘરમાં હંમેશા તિજોરીને ઉત્તર દિશામાં મુકવી જોઈએ. જો ઉત્તર દિશા માં તિજોરી મુકવી શક્ય ન હોય તો ઈશાન કે પૂર્વ દિશામાં તિજોરી મુકી શકાય છે.તિજોરીમાં કુબેર યંત્ર મુકવુ જોઈએ. જેનાથી તમારા વેપાર વ્યવસાય માં સતત ઉન્નતિ થતી રહે. તિજોરી જ્યા સુધી શક્ય હોય તો એવા સ્થાન પર મુકો જ્યા કોઈ સહેલાઈથી તેને જોઈ ન શકે. તિજોરી સાથે સંબંધિત માહિતી ઘરના ખાસ લોકોને જ હોય અન્ય લોકોને નહી.

તિજોરીને ક્યારેય પણ ખાલી ન રાખવી. તેમાં કંઈક ને કંઈક રાખવું જોઈએ. પૂજા ઘરમાં મૂર્તિની નીચે ક્યારેય તિજોરી ન રાખવી જોઈએ. એવું કરવાથી તમે કંગાળ થઈ જશો.તિજોરી દિવાલ ને સ્પર્શે નહી તે રીતે દિવાલ થી એક ઈંચ દૂર રાખવી. તિજોરી ને સપાટ જમીન પર રાખવી અને તે ઢળેલી ન હોવી જોઈએ. તિજોરીને ચાર પાયા હોવા જરૂરી છે. પાયા વાંકાચૂકા કે ભાંગેલા-તૂટેલા ન હોવા જોઈએ. સ્થિર તિજોરી ધનને પણ સ્થિર રાખે છે.

WhatsApp Group Join Now