જાણો શું હોય છે પન્ના રત્ન અને તેને ધારણ કરવાના ફાયદાઓ

WhatsApp Group Join Now

જ્યોતિષવિદ્યામાં માનીએ, તો આ દ્વારા આપણી ભવિષ્યની ઘટનાઓ વિશે થોડી માહિતી મેળવી શકીએ છીએ. આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે માનવ જીવનમાં જે કંઈ પણ થાય છે તે ક્યાંક ને ક્યાંક ગ્રહોના પ્રભાવને કારણે થાય છે અને તેથી જ આ ગ્રહોની ખામી દૂર કરવા માટે રત્ન પહેરવાનું સૂચન આપવામાં આવે છે. તેમ છતાં ઘણા પ્રકારનાં રત્ન છે જે વિવિધ કાર્યો માટે સૂચવવામાં આવે છે, પરંતુ અમુક રત્નો વિશેષ હોય છે.

મૂળ પન્ના રત્ન એ બુધ ગ્રહનું રત્ન ગણવામાં આવે છે. પન્ના રત્નનાં અલગ અલગ નામ છે. સંસ્કૃતમાં તેને મરકત કહેવાય છે, ફારસીમાં તેને જરમન કહેવાય છે, હિન્દીમાં તેને પન્ના કહેવાય છે અને અંગ્રેજીમાં એમરલ્ડ કહેવામાં આવે છે. આ રત્ન ડાર્ક ગ્રીન કલરનું હોય છે. આ રત્ન પહેરવાથી શું શું ફાયદા થાય છે તેની પર એક નજર કરીએ.

  • પન્નાને જો મિથુન લગ્નવાળા ધારણ કરે તો પારિવારિક તકલીફોમાંથી રાહત મળે છે.
  • આ રત્ન રોગીઓ માટે બળવર્ધક, આરોગ્યદાયક અને સુખદાયક બની રહે છે.
  • જે ઘરમાં આ રત્ન હોય ત્યાં હંમેશાં અન્ન અને ધનની રેલમછેલ રહે છે. તે ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી સર્જાતી. તેનાથી ઘરનાં નાનાં બાળકો ખરાબ નજરથી દૂર રહે છે.
  • આંખની કોઇ તકલીફ હોય તો તેમાં પણ રાહત મળે છે. આ રત્નને એક ગ્લાસ પાણીમાં સવારે પાંચ મિનિટ સુધી ઘોળીને આંખો પર છાંટવાથી દૃષ્ટિ તેજ બને છે.
  • જો બુધ ધનેશમાં આવીને નવમ ભાવમાં હોય, તૃતીયેશ હોઇને દશમ ભાવમાં હોય, એકાદશેશ થઇને છઠ્ઠા ભાવમાં હોય તે જાતકોએ પન્ના રત્ન ખાસ પહેરવું જોઇએ. આ જાતકો માટે પન્ના ખૂબ જ લાભદાયી છે. તેનાથી માનસિક તણાવ રહેતો હોય તો દૂર થાય છે.
  • જો બુધ શુભ સ્થાનનો સ્વામી થઇને અષ્ટમ ભાવમાં હોય તો પન્ના રત્ન પહેરવું ખૂબ જ શુભ ગણાય છે. આ પહેરવાથી જાતકનું આરોગ્ય સારું રહે છે અને આરોગ્યને લગતી કોઇ જ તકલીફ નથી થતી.
  • જો બુધની મહાદશા કે આંતરદશા ચાલતી હોય તો પન્ના રત્ન ચોક્કસ પહેરવું જોઇએ.
  • સારી સેલેરીવાળી નોકરી શોધવા છતાં ન મળતી હોય તે આવા જાતકોએ પણ આ રત્ન ખાસ પહેરવું જોઇએ. કેમ કે પન્ના રત્ન બુધ ગ્રહનું રત્ન છે અને બુધ નોકરી-ધંધામાં પ્રગતિ અપાવનાર ગ્રહ છે, તેથી પન્ના તેમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
WhatsApp Group Join Now