વૈજ્ઞાનિકો મુજબ દુનિયામાં જીવ જંતુઓ ની લગભગ ૮૭ લાખ પ્રજાતિઓ છે, પરંતુ એમાંથી ઘણી પ્રજાતિ ની ઓળખ હજી પણ બાકી છે. દુનિયામાં અલગ અલગ જીવજંતુ જોવા મળે છે.આજે અમે તમને અમુક એવા જ જીવ વિશે જણાવીશું, જેને દુનિયાના અજીબોગરીબો જીવ માને છે એટલે કે જોવામાં તે બાકીના જીવો થી એકદમ અલગ છે. અમુક તો એવા પણ છે, જેને લગભગ તમે ક્યાય નહિ જોયા હોય. તો ચાલો જોઈ લઈએ એવા જીવ.
અકારી બંદર: વાંદરા તો આપણે ઘણા જોયા હોય છે, પરંતુ આવો જીવ ક્યારેય નહિ જોયા હોય. આમ તો ધરતી પર વાંદરા ની ઘણી પ્રજાતિઓ છે, પરંતુ આ ખુબ જ અલગ પ્રકારનો વાંદરો છે. એને અકારી બંદર કહેવાય છે. એનું શરીર પૂરી રીતે વાળથી ઢંકાયેલ હોય છે અને ચહેરો ખુબ જ લાલ રંગનો હોય છે. એ સિવાય એનું માથા માં ટાલ હોય છે. આ દક્ષિણી મહાદ્વીપ માં જોવા મળે છે..
સોફ્ટ શેલ કાચબો: સામાન્ય રીતે આખી દુનિયામાં જોવા મળતા કાચબા થી આ કાચબો એકદમ અલગ હોય છે, કારણ કે એનો ખોલ સખત હોય હોવાના બદલે ખુબ જ મુલાયમ હોય છે. ભારત માં આ ગંગા નદીમાં જોવા મળે છે. આ એમનો મોટાભાગનો સમય પાણી માં જ પસાર કરે છે. એની સૌથી મોટી ખાસિયત છે કે તે એની ત્વચા થી પણ શ્વાસ લઇ શકે છે.
શોબિલ પક્ષી: આ પક્ષીને જોઇને તમને રામાયણના જટાયુ પક્ષીની યાદ આવી જશે. આ પક્ષીની ચાંચ પણ જટાયુ પક્ષી જેવી છે. આ પક્ષીનું નામે શોબિલ પક્ષી છે. આ પક્ષી મધ્ય અફ્રીકાના ઉષ્ણકટિબંધી ક્ષેત્રમાં જોવા મળે છે. આ પક્ષીની ખાસિયત એ છે કે વીજળીની રફતારની માફક પક્ષીનો શિકાર કરે છે. આ પક્ષી પોતાની ચાચમાં શિકારને એવી રીતે દબાવે છે કે તે ભાગી પણ શકાતું નથી.
સ્ટાર નોજ્ડમોલ પક્ષી: આ પક્ષીનું નામ સ્ટાર નોજ્ડમોલ છે. જેનું મોઢું ખુબ જ અલગ પ્રકારનું છે. આ જીવની સૌથી મોટી ખાસિયત એ છે કે આ પક્ષી પ્રતિસેકન્ડ ૧૩ શિકારીઓની ઓળખ કરી શકે છે. તેની સરખામણીએ માણસ 2 થી 3 લોકોને ઓળખી શકે છે.