ઘરમાં નકારાત્મકતા હોય તો બધાં જ કામોમાં અડચણો આવે છે. ઘરમાંથી આ બધા દોષ દૂર કરવાના ઘણા જ્યોતિષ ઉપાય બતાવવામાં આવ્યા છે. આ ઉપાયો અજમાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઊભી થાય છે અને કાર્યોમાં આવતી અડચણો દૂર થાય છે. જો તમે તમારા ઘર માંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માંગો છો અને સકારાત્મક ઉર્જા ને તમારા ઘર માં પ્રવેશ કરવા માંગતા હોય, તો કેટલાક નાના ઉપાયો કરીને તમે તમારી આ ઇચ્છાઓ ને પૂરી કરી શકો છો.તમારે ફક્ત થોડી વસ્તુઓ ધ્યાન માં રાખવાની જરૂર છે.
જેનાથી તમે ઘર માં સકારાત્મક પરિણામ મેળવી શકો છો. તમારે પૂજા કર્યા પછી અથવા પહેલાં આ વસ્તુઓ કરવાની જરૂર છે.અઠવાડિયા માં બે દિવસ સુધી ઘર માં લીમડા ના પાન સળગાવવાથી બધી નકારાત્મક ઉર્જા નો નાશ થઇ જાય છે. લીમડાના પાંદડા પણ કેન્સર ના કોષોને નાશ કરવામાં સક્ષમ છે.
ઘર માં લીમડાના પાનને બાળી નાખવાથી તમામ બેક્ટેરિયા પણ નાશ થઇ જાય છે અને ઘર અનેક જીવલેણ બીમારી ઓથી પણ દૂર રહે છે.તમારા ઘર માં સકારાત્મક ઉર્જા માટે દરરોજ સવારે કપૂર અને લવિંગ બાળી લો. ઘર ની પૂજા કર્યા પછી દરરોજ ઘર માં કપૂર અને લવિંગ સળગાવી ને આરતી કરો. લવિંગ અને કપૂર ને એક સાથે ભેગા કરી ને સળગાવવાથી તેનો ધુમાડો આપણા શરીર માં હવા દ્વારા પ્રવેશ કરે છે જે મન ને શાંત રાખવામાં મદદ કરે છે.
પોતાના કાર્ય માં વધુ સખત મહેનત કરવા સક્ષમ રહી શકો છે.ઘરમાં પૂજા થાય કે હવન તેના અંતે આરતીમાં અગરબતી પ્રગટાવવામાં આવે જ છે. તેનું ખાસ કારણ હોય છે. આરતીમાં અગરબતી પ્રગટાવ્યા પછી તેની આરતી લેવામાં આવે છે. તેનાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. ઘરમાં પૈસા ન ટકતા હોય તો દરરોજ મહાકાળી માતા પાસે એક ધૂપબત્તી કરવી. દર શુક્રવારે કાળકા માતાના મંદિરમાં જઈને પૂજા કરો.