હિન્દૂ ધર્મ અનુસાર ઘરમાં કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબાનું મહત્વ વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં ખૂબ જ છે. કાચબાની મૂર્તિ લગાવવી શુભ માનવામાં આવે છે. ઘણી વખત જોવામાં આવે છે કે કાચબા ની મૂર્તિ લાવીને એમ જ લગાવી દેવામાં આવે છે.
ભગવાન વિષ્ણુનું એક રૂપ પણ કાચબા ને માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને સમુદ્ર મંથનના સમયે મંદ્રાચલ પર્વતને પોતાના કવચ પર થામી રાખ્યું હતું.
કહેવામાં આવે છે કે જ્યાં કાચબો હોય છે ત્યાં લક્ષ્મીનું આગમન થાય છે, એટલા માટે કાચબો રાખવાથી ધન ની પ્રાપ્તિ થાય છે, જેઓને ધન સંબંધી સમસ્યા રહે છે તેઓને કાચબો રાખવાથી લાભ થશે. ધન સંબંધી સમસ્યા વાળા લોકોએ ક્રિસ્ટલ વાળો કાચબો લાવવો જોઈએ.
ફેંગશુઈમાં પણ કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવ્યું છે. ફેંગશુઈમાં કાચબાને સંરક્ષક માનવામાં આવે છે, કાચબાની મૂર્તિ લાવતા સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, નહીંતર કાચબાની મૂર્તિ ફળ આપવાની બદલે ખરાબ પરિણામ આપવા લાગે છે. આજે અમે તમને જણાવી દઈએ કે વાસ્તુ મુજબ કાચબો ઘરમાં રાખતા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ…
- ઘરમાં સુખ-શાંતિ ઇચ્છો છો તો તમારે કાચબા ની કોઈ પણ મૂર્તિ ઘરના બેડરૂમ માં રાખવી જોઈએ.
- ધાતુનો કાચબો હંમેશાં ઘરની અથવા તો ઓફીસ માં ઉત્તર અથવા દક્ષિણ દિશા માં રાખવો જોઈએ.
- માટી માંથી બનાવેલો કાચબો હોય તો તેને પૂર્વ દિશામાં રાખી શકો છો અથવા દક્ષિણ પશ્ચિમ દશામાં રાખવાથી તમને પૂર્ણ ફળ મળશે.
- લાકડા માંથી બનાવેલ કાચબાની મૂર્તિ પૂર્વ દિશા અથવા પૂર્વ દક્ષિણ દિશામાં રાખવી જોઈએ.
- મકાનના દક્ષિણ મુખી કે પશ્ચિમ મુખી કેન્દ્ર માં એક કાચબો રાખવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે, ઘરના મધ્યમાં નવ કાચબા રાખવાથી નવ ગ્રહોને એકસમાન ઉર્જા મળે છે. તે ઘરના દરેક વાસ્તુદોષને દૂર કરે છે અને તમારી કુંડળીમાં દરેક ગ્રહોને પણ શુભ બનાવે છે.
જ્યારે પણ કાચબા ની મૂર્તિ ઘરમાં લાવો તો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે છે, જેથી તમને તેના સારા પરિણામો પ્રાપ્ત થાય અને તમે તેના ખરાબ પરિણામો થી દૂર રહી શકો.