નાગપંચમીના દિવસે નાગદેવતાની પુજા કરવાથી મળે છે આ ફળ,

WhatsApp Group Join Now

હિન્દુ ધર્મમાં નાગની પુજાને પવિત્ર માનવામાં આવે છે. જેના કારણે નાગપાંચમના દિવસે નાગની પુજા કરવાનું ચુકતા નથી. આ દિવસે નાગને દૂધ પીવડાવામાં આવે છે. નાગની પૂજા હંમેશાં નાગ મંદિરમાં થવી જોઈએ. મહાદેવના કંઠ પર બિરાજતા નાગદેવતાની પણ પૂજા કરવામાં આવે છે. જેને લોકો નાગપંચમી તરીકે જાણે છે.

જો આપણે ધાર્મિક માન્યતા અનુસાર જોઈએ તો નાગદેવતાની પૂજા આરાધના કરવાથી ભક્તોને આશીર્વાદ મળે છે, જેનાથી જીવનની ઘણી સમસ્યાઓ દુર થઇ જાય છે. જો તમે નાગપંચમી પર નાગ દેવતાની પૂજા કરો છો તો એનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે તો એનાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે.

  • નાગ પંચમીના દિવસે કોઈ પણ નાગદેવતાના મંદિરે જવું,અને ત્યાં પર દૂધ અને જળથી અભિષેક કરવું, એ પછી તમારે ધૂપ દીવા કરીને નાગદેવતાને પ્રાથના કરવી.
  • નાગદેવતાની પૂજા દરમિયાન આ વિશેષ મંત્ર નો જાપ કરવો. આ જાપ કરવો ખુબ જ જરૂરી માનવામાં આવે છે. सर्वे नागाः प्रीयन्तां मे ये केचित् पृथिवीतले। ये च हेलिमरीचिस्था येऽन्तरे दिवि संस्थिताः।, ये नदीषु महानागा ये सरस्वतिगामिनः। ये च वापीतडागेषु तेषु सर्वेषु वै नमः।।
  • એવું માનવામાં આવે છે કે નાગદેવતા ધનની દેવી મહાલક્ષ્મીજીની રક્ષા કરે છે, જો તમે આ દિવસે શિવલીંગની પૂજા આરાધના કરો છો તો એનાથી તમારી મનોકામનાઓ જલ્દી પૂરી થઇ શકે છે. એટલું જ નહિ, પણ તમારા જીવનની સમસ્યાઓ પણ ઓછી થાય છે.
WhatsApp Group Join Now