દરેક લોકોના ધર્મમાં ઘણા રીતી રીવાજો ની પરંપરા હોય છે, જેમાં દરેક લોકો ની પરંપરા અલગ અલગ હોય છે. દરેક લોકો એમની પરંપરા અનુસાર એમની પૂજા પાઠ કરતા હોય છે. આજે અમે તમને હિંદુ ધર્મ ની એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે લગભગ હિંદુ ધર્મમાં દરેક લોકો કરતા હોય છે.
એની સાથે ખાસ નિયમ પણ જોડાયેલા હોય છે.હિંદુ ધર્મ માં સંતાન ના જન્મ સાથે થોડી પરંપરા પણ જોડાયેલી હોય છે, જેમાંથી એક છે સીમંત વિધિ, જેને દરેક લોકો અલગ અલગ નામથી ઓળખે છે જેમ કે અમુક લોકો એણે ગોદ ભરાઈ કહે છે તો અમુક લોકો ખોળો ભરવાની વિધિ કહે છે.હિંદુ ધર્મ માં ગર્ભવતી સ્ત્રી ના સાત માં મહિના ના સમય દરમિયાન સીમત ની વિધિ કરવામાં આવે છે.
જે એક પ્રકારનો પરિવાર માટે એક ખુશી નો પ્રસંગ બની જાય છે. એ પછી ડિલીવરી માટે એ મહિલાને એમના પિયર મોકલી દેવામાં આવે છે. ક્યારેય તમે વિચાર કર્યો છે કે આ પરંપરા (રીતી રીવાજ) શા માટે કરવામાં આવે છે? તો ચાલો જાણી લઈએ કે ગર્ભવતી મહિલા નું સીમત શા માટે કરવામાં આવે છે.સીમત ની પૂરી વિધિ આવનારા બાળક ના સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે.
એવું પણ કહેવામાં આવે છે કે સીમંત થી દરેક મુંજવણ દૂર થઈ શકે છે.પ્રસૂતિ પૂર્વે ભાવિ માતા-પિતાના મનમાં રહેલ વિવિધ ચિંતા પ્રશ્નો મૂંઝવણ નું નિરાકરણ થવુ પણ ખૂબ જરુરી છે.શ્રીમંત ના પરસંગે આવેલ વિવિધ પારિવારિક મિત્રો સગાવ્હાલા કે તબીબ જગત સાથે સંકળાયેલ મિત્રો આ પ્રસંગે પોતાના અનુભવ સિધ્ધ જ્ઞાન દ્વારા આ વિવિધ મૂંઝવણનો હલ કરે છે. શ્રીમંતનો પ્રસંગ સ્ત્રીને એક ભાવિ માતા તરીકે પ્રસ્થાપિત કરે છે. પરિવારમાં તેનું માન- સંભાળ વધે છે.આ પ્રસંગે આવેલ વિવિધ વડીલ અને અનુભવી સ્ત્રીઓ પોતાના અનુભવે ભાવિ માતાને કેટલીક સુંદર શિખામણ, બાળ ઉછેરતથા પ્રસૂતિ અંગેની ટીપ્સ આપે છે.આ પ્રસંગ એ સ્ત્રીના મન ની દરેક મુંજવણ દયર થઈ જાય છે.
એ સમયે વિશેષ પૂજા કરીને ગર્ભ ના દોષો નું નિવારણ અને સાથે જ ગર્ભ માં રહેલા બાળક ના સ્વાસ્થ્ય માટે આ પૂરી પ્રક્રિયા કરવામાં આવે છે.સીમત વિધિ માં મોટા વડીલો ના આશીર્વાદ મળતા હોય છે.આ સીમત વિધિ ની રસમ માં ગર્ભવતી મહિલા ના ખોળા માં સૂકોમેવો નાખવામાં આવે છે, ફળ અને સુકોમેવા પૌષ્ટિક હોય છે. જે બાળક અને ગર્ભવતી મહિલા બંને ના સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે.