આ મંદિરની માટીની પણ એવી ખાસ વાત છે કે એને ચાટતા જ ઝેરીલા જીવો નું ઝેર પણ અસર નથી કરતુ.

WhatsApp Group Join Now

ભારતમાં દેવી માતાના ઘણા બધા મંદિર આવેલા છે અને દરેક મંદિરની કોઈ ને કોઈ ખાસિયત છે જે એને દરેક મંદિરો થી અલગ બનાવે છે, ઘણી વાર આ મંદિરો ની અંદર અલગ અલગ પ્રકારના ચમત્કાર જોવા મળે છે. જેના કારણે દૂર દુરથી લોકો આ મંદિરો માં દર્શન કરવા માટે આવે છે. દેશમાં દેવી માં ના ઘણા ચમત્કારિક મંદિરો માંથી એક રતનગઢ વાળી માતા નું મંદિર છે.

Capture2

આ મંદિર વિશે એવું જાણવા મળે છે કે અહીની માટી અને ભભૂત માં એક ચમત્કારિક શક્તિ છે. માન્યતા અનુસાર જે કોઈ વ્યક્તિ શારીરિક રૂપથી બીમાર રહે છે, જો તે ત્યાની ભભૂત ચાટી લે તો એની દરેક બીમારીઓ દૂર થઇ જાય છે. આ મંદિરની માટીની પણ એવી ખાસ વાત છે કે એને ચાટતા જ ઝેરીલા જીવો નું ઝેર પણ અસર નથી કરતુ.

અમે તમને દેવી માતા ના જે મંદિર વિશે જાણકારી આપી રહ્યા છે તે મંદિર મધ્ય પ્રદેશ થી લગભગ ૫૫ કિલોમીટર ની દુરી પર રામપુરા ગામ માં આવેલું છે. રતનગઢ માતા નું આ મંદિર સિંઘ નદીના કિનારે બનેલું છે. દેવી માતા નું આ મંદિર ઘટ્ટ જંગલો ની વચ્ચે આવેલું છે. આ મંદિરમાં દેવી માં ની મૂર્તિ સિવાય કુંવર મહારાજની પ્રતિમા પણ સ્થિત છે.

Capture3

અહીના સ્થાનીય લોકો અનુસાર એવું બતાવવામાં આવ્યું છે કે કુંવર મહારાજ દેવી માતા ના સૌથી પરમ ભક્ત હતા. એ જ કારણે આ મંદિર ની અંદર માતાની પૂજા ની સાથે સાથે એની પણ પૂજા કરવામાં આવે છે.રતનગઢ વાળી માતા મંદિરની સૌથી મોટી ખાસ વાત એ જાણવા મળે છે કે આ મંદિર ની માટી માં એટલી શક્તિ છે કે એને ચાટવાથી સાંપ, વીંછી વગેરે કોઈ પણ પ્રકારના ઝેરીલા જીવો નું ઝેર બેઅસર થઇ જાય છે.

દેવી માતા ના મંદિર માં જે ભભૂત નીકળે છે એ ખુબ જ સિદ્ધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ ભભૂત ને પાણીમાં મિક્ષ કરીને કોઈ રોગી વ્યક્તિ સેવન કરે છે તો એનાથી એના દરેક પ્રકારના રોગ સારા થઇ જાય છે.દેવી માતા ના આ મંદિરમાં ફક્ત માણસો નો જ ઈલાજ નથી થતો, પરતું પશુઓ નો પણ ઈલાજ કરવામાં આવે છે. સ્થાનીય લોકો ભાઈ બીજના દિવસે પશુ ને બાંધવાની રસ્સી દેવી માં ની પાસે રાખે છે એ પછી તે રસ્સી થી બીજી વાર પશુ ને બાંધી દે છે એનાથી પશુ ને કોઈ પ્રકારની શારીરિક પરેશાની હોય તો તે જલદી દૂર થઇ જાય છે.

Capture4

માતા ના આ મંદિરમાં ભાઈ બીજ ના દિવસે વિશેષ મેળા નું આયોજન કરવામાં આવે છે. આ મેળા ની અંદર સ્થાનીય લોકોની સાથે સાથે દૂર દૂર થી ભક્ત દર્શન કરવા માટે અહી પર ઉપસ્થિત થાય છે. દેવી માતા ના આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ મુગલ કાલ દરમિયાન કરવામાં આવ્યું હતું. એ સમયે યુદ્ધ માં શિવાજી વિંધ્યાચળના જંગલો માં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા હતા.

ત્યારે એને કોઈ કન્યાને ભોજન કરાવ્યું હતું, અહીના સ્થાનીય લોકો નો એવું બતાવવાનું છે કે જયારે શિવાજી એ એમના ગુરુ સ્વામી રામદાસને તે કન્યા વિશે પૂછ્યું તો એમણે એની દિવ્ય દ્રષ્ટિ થી જોઇને શિવાજીએ જણાવ્યું કે તે કન્યા જગત જનની માં દુર્ગા હતી, ત્યારે માતા ના મહિમાથી પ્રભાવિત થઈને શિવાજીએ ત્યાં દેવી માં નું મંદિર બનાવી દીધું હતું, જે ભક્ત આ મંદિરમાં એમના સાચા મનથી માતા ના દર્શન કરે છે એની દરેક મનોકામના પૂરી થાય છે.

WhatsApp Group Join Now