નિયમિત સવારે ચાલવાથી શરીરને મળે છે ઘણા ફાયદા, જરૂર જાણો એના ચમત્કારી લાભ વિશે..

WhatsApp Group Join Now

ઘણા લોકોને સવારમાં ચાલવા જવાની આદત હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો એમનું શરીરનું વજન ઓછુ કરવા માટે સવારે ચાલવા જતા હોય છે, પરંતુ વજન ઓછું થવાની સાથે સાથે બીજા ઘણા ફાયદા પણ થાય છે.

વર્તમાન સમયમાં પણ વ્યક્તિ માટે ચાલવું એટલું જ મહત્વનું છે કારણ કે વધતી જતી વાહન-વ્યવહારની સગવડો અને ફાસ્ટ જીવનની પદ્ધતિને કારણે આપણે ચાલવા માટે સમય ફાળવી શકતા નથી. પરિણામે આપણે અનેક રોગોને આવકારો આપીએ છીએ.

જો વ્યક્તિ નિયમીત થોડું ઘણું ચાલે તો ધણી શારીરિક તકલીફોથી બચી શકાચ છે.  શું તમે જાણો છો કે તમારે એક દિવસમાં કેટલું ચાલવું જોઇએ? તો જાણો 5 વર્ષની ઉંમરથી લઇને 60ની ઉંમર સુધીના વ્યક્તિએ કેટલું ચાલવું જોઇએ. એની સાથે જ વૉક કરવાથી તમારા શરીરને કયા ફાયદા થાય છે.

ઓક્સીજન મળવું: દરેક વ્યક્તિએ ભરપૂર પ્રમાણમાં ઑક્સિજન ગ્રહણ કરવું, તે મૉર્નિંગ વૉકનું એક મહત્ત્વપૂર્ણ કારણ હોય છે. પરંતુ જો તમે અંધારામાં વૉક કરવા જાઓ છો તો તે સમયે તમને ઑક્સિજનનો લાભ થતો નથી કારણ કે તે સમયે વૃક્ષ છોડ ત્યારે કાર્બન-ડાયોક્સાઇડ બહાર કાઢતા હોય છે.  એટલા માટે સવારે ચાલવા જવાથી ઓક્સીજન મળી રહે છે.

હદય સબંધી સમસ્યા થતી નથી: દરરોજ સવારે ખુલ્લી હવામાં ચાલવાથી હૃદય સંબંધિત સમસ્યા થતી નથી. જો તમે હૃદય સંબંધિત કોઇ સમસ્યા સામે લડી રહ્યા છો તો એવામાં દરરોજના લગભગ અડધા કલાક સુધી ચાલવાનું રાખો. આમ કરવાથી શરીરમાં હૃદય સંબંધિત રોગ થતા નથી.

વજનમાં ઘટાડો: જે પોતાના શરીરના વધતા વજનથી પરેશાન છે તે લોકો માટે મૉર્નિંગ વૉક એક રામબાણ ઉપાય છે. સવારે દોડવાથી શરીરમાં કેલોરીનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે અને વજન પણ ઓછું થાય છે.

ઉંમર મુજબ ચાલવું

  • 5 થી 7 વર્ષ સુધીના બાળકોએ દરરોજ ઓછામાં ઓછું 12000 થી 15000 પગલાં ચાલવું જોઇએ.
  • 18 થી 40 વર્ષ સુધીના લોકોએ પણ દરરોજ 12000 પગલાં ચાલવું જોઇએ.
  • 40 વર્ષથી વધુની ઉંમરના લોકોએ દરરોજ દિવસ 11000 પગલાં ચાલવું જોઇએ.
  • 50 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ 10000 પગલાં ચાલવું જોઇએ.
  • 60 વર્ષથી ઉપરના વડીલોએ 8000 પગલાં સુધી ચાલવું જોઇએ.

કોઇ સ્વાસ્થ્ય સમસ્યા થતી હોય તો વૉક કરતા પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

 

WhatsApp Group Join Now