લાંબા,કાળા અને ઘટાદાર વાળ ઈચ્છો છો,તો અપનાવો આ ઉપાય,વાળ એવા બનશે કે લોકો જોતાં રહી જશે..

WhatsApp Group Join Now

ઘણા લોકો બજારોના હેર કલર ને (વાળનો રંગ) છોડીને ઘર પર બનેલી નેચરલ મહેંદી થી વાળને ડાઈ કરે છે. તમને જણાવી દઈએ કે મહેંદી ફક્ત એક હેર ડાઈ નથી. મેહંદી એક બ્યુટી ઈન્ગ્રીડીયંટ પણ છે, જો વાળની હેલ્થ માટે ખૂબ લાભદાયક છે. તે ડેંડ્રફથી છુટકારો મેળવવાથી લઈને વાળના ગ્રોથ સુધી દરેક માં સુધારો કરવામાં મદદરૂપ કરે છે. જો તમે અત્યાર સુધીમાં તમારા વાળમાં મહેંદી નો ઉપયોગ નથી કર્યો, તો આ ઉપાય જરૂર અજમાવો, કારણકે એના ઘણા ખાસ ફાયદા છે. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે..

વાળ સિલ્કી બનાવવા માટે: એક વાસણમાં થોડો મેંદી નો પાવડર અને બે ઈંડા તોડી થોડું પાણી નાખી અને એકદમ ઢીલી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને સીધી વાળમાં લગાવી દો અને થોડા સમય બાદ તેને શેમ્પૂથી ધોઈ નાખો. વાળને સુગંધિત શેમ્પૂથી ધોવાથી ઈંડાની વાસ દૂર થશે.

ડેન્ડ્રફમાં રાહત: ડેન્ડ્રફમાંથી મુક્તિ મેળવવા માટે મેંદી નો આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ એક વાસણમાં ચાનું પાણી ઉકાળી લો, હવે બીજા એક અલગ વાસણમાં એક વાટકી દહીં માં ચાર ચમચી મહેંદી નો પાવડર મિક્સ કરી અને ચાના પાણીમાં ઉમેરી દો.

હવે આ મિશ્રણ માં એક લીંબુ નીચોવી અને તેને આખી રાત રહેવા દો. બીજે દિવસે સવારે વાળમાં થોડું તેલ લગાવી અને મેંદી ના બનાવેલા આ મિશ્રણને લગાવી એક કલાક રહેવા દો. ત્યાર બાદ વાળને ધોઈ લો આમ કરવાથી વાળમાંથી ખોડો સદંતર નાબૂદ થશે

વાળની ​​સમસ્યાઓ દૂર કરો: મહેંદીમાં એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે, જે ખોડો, ખંજવાળ અને વાળ ખરવા જેવી વાળની ​​સમસ્યાઓ દૂર કરે છે. મહેંદીનો ઉપયોગ વાળને જરૂરી પોષક તત્વો પૂરો પાડે છે.

હેર ગ્રોથમાં મદદગાર: જો તમે તમારા વાળને લાંબા નથી કરી શકતા, તો તમારે મહેંદીનો ઉપયોગ કરવાનું શરુ કરી દેવું જોઈએ.. મહેંદીમાં પ્રાકૃતિક ગુણો છે તે વાળના વિકાસમાં મદદ કરે છે. તે નિયમિતપણે ઉપયોગ માં કરવાથી વાળનને પોષણ મળે છે અને વાળનો વિકાસ કરવામાં વધારો થાય છે.

WhatsApp Group Join Now