જાણો સત્યનારાયણની કથા શા માટે કરવામાં આવે છે, શું છે એનું મહત્વ

WhatsApp Group Join Now

શુભ કાર્ય કરતા પહેલા અથવા પછી આ કથા સાંભળવું શુભ માનવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનને સત્ય અને નારાયણ ના રૂપમાં પૂજવામાં આવે છે. તેનો મતલબ એ થાય છે કે સંસારમાં નારાયણ જ એક માત્ર હકીકત છે બાકી બધું મોહ છે.આખું વિશ્વ સત્ય વિના કઈ જ નથી.

હિંદુ ધર્મ અનુસાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સત્યનારાયણ ભગવાનની કથાનું ફળ હજારો વર્ષ યજ્ઞ કર્યા બરાબર છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ સત્યનારાયણ ભગવાનની કથા કરવાના હોય તેમણે વ્રત જરૂર રાખવું જોઈએ.સ્કંદ પુરાણમાં સત્યનારાયણ ભગવાન વિષ્ણુ ભગવાનનું જ રૂપ છે,કથા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા આપણા ઘરમાં વરસે છે.

અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. કથાના દિવસે વ્રત રાખવાની માન્યતા છે.આ વ્રત રાખવાથી જીવનમાં દરેક દુઃખો માંથી મુક્તિ મળે છે, અને ઘરમાં નકારાત્મક ઉર્જા પણ નથી પ્રવેશ કરતી. તેમજ પૂર્ણિમાના ખાસ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાને ખુબ જ શુભ માનવામાં આવે છે.

કારણ કે આ દિવસે કરવામાં આવતી કથા ખુબજ ખાસ હોય છે અને ભગવાનની વિશેષ કૃપા આપણા પર બની રહે છે. સત્યનારાયણ ભગવાનની કથાનો શુભ પાઠ કેળાના વૃક્ષની નીચે અથવા તેના પાનની નીચે કરવાની માન્યતા છે.

કારણ કે સત્યનારાયણ ભગવાનનું સૌથી પ્રિય નિવાસ સ્થાન કેળાનું વૃક્ષ છે. કથાના પ્રસાદમાં પંજરી, પંચામૃત, કેળા અને તુલસીના પાન જરૂર ચડાવવા જોઈએ. કારણકે આ બધીજ વસ્તુ સત્યનારાયણ ભગવાનની પ્રિય વસ્તુઓ છે.

WhatsApp Group Join Now