જીરાનું સેવન કરવાના છે અઢળક ફાયદા પેટની સમસ્યાથી લઈને ઘણી બીમારીઓમાં છે લાભદાયી

WhatsApp Group Join Now

જીરું દરેક ભારતીય રસોડામાં મળી રહે છે. જે ખાવાની સાથે સાથે ઔષધિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જીરાનું સેવન કરવાથી ઘણા રોગ માંથી છુટકારો મળે છે. કારણ કે, જીરામાં ઔષધીઓ ગુણો સમાયેલા છે. જેનાથી પેટની સમસ્યા સાથે જોડાયેલી બિમારીઓથી લાભ થઈ શકે છે.

આ ઉપરાંત અનેક સમસ્યાઓથી છૂટકારો અપાવી શકે છે. આજે અમે તમને જીરાનું સેવન કરવાથી ક્યાં ક્યાં સ્વાસ્થ્ય ને લગતા ફાયદા થાય છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ જીરું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક માનવામાં આવે છે.

પાચન શક્તિ માટે જીરૂ ફાયદાકારક: જીરૂ સ્વાસ્થ્ય માટે એક મહત્વનું કામ કરે છે. પેટ અને પાચન ક્રિયાને મજબૂત કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી જીરાનો પાઉડર નાખી આ પાણી પી જવું. રોજ તેનું સેવન કરવાતી પેટ દર્દ, અપચો , ડાયરિયા, કબ્જ જેવી સમસ્યાથી છૂટકારો મળે છે.

સોજામાં મળે છે રાહત: જીરામાં એન્ટી ઓક્સિડેંટના ગુણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. આ ઉપરાંત ફાઈબર, આયરન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગેનીઝ, જિંક અને મેગનિશિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જે સોજાને ઓછો કરે છે અને માંસપેશીઓને આરામ આપવામાં ઘણુ ઉપયોગી બને છે.

હાડકાને કરે છે મજબૂત: ઘણા લોકોમાં કેલ્શિયમની ઉણપ હોય છે. આવા લોકો માટે જીરૂ ઘણુ ફાયદાકારક સાબિત થાય છે. જો તમને જીરાનું પાણી પસંદ નથી તો એક ચમચી જીરાના પાઉડરમાં કાળા મરી છાશમાં નાખીને પી જાવ.

ગેસની સમસ્યામાંથી મળશે છૂટકારો: આંતરડામાં ગેસ થવાથી પીડિત વ્યક્તિ ખૂબ જ હેરાન થાય છે. ત્યારે આવા સમયે જીરાનો ઉપયોગ કરો. એક ગ્લાસ પાણીમાં ચપટી દળેલુ જીરૂ પાઉડર, થોડુ આદુ, મીઠુ નાખીને તેને હલ્કુ ગરમ કરો. ત્યાર બાદ ઠંડુ થયા બાદ તેને પીવાનું રાખો. તેનાથી ખૂબ રાહત મળશે. કારણ કે, જીરૂ પેટમાં થતાં દર્દને અને આંતરડાને ગેસને ખતમ કરે છે.

પીરીયડ્સના દર્દમાં ફાયદો: માસિક ધર્મનું હોવુ એક પ્રાકૃતિક ક્રિયા છે. જેને રોકવુ અસંભવ છે. ત્યારે આવા સમયે દર મહિને યુવતીઓને આના કારણે અસહ્ય દર્દ સહન કરવાનો વારો આવે છે. જેના કારણે તેમને અનેક સમસ્યાઓ પણ આવે છે, જેમ કે, પેટ દર્દ, કમર દર્દ, ઉલ્ટીઓ પણ થતી હોય છે.

જેમાં જીરૂ ઘણુ લાભકારક રહેશે. મેથી, અજમો, જીરૂને બરાબર માત્રામાં મિલાવીને પી જાઓ. જેનાથી કબજિયાત ની બિમારી દૂર થશે. સાથે જ પેટ દર્દમાં પણ આરામ મળશે. સૂતરાઉ કપડામાં જીરૂ નાખીને પેટ પર સેકો, જેનાથી પેટ દર્દમાં આરામ મળશે.

WhatsApp Group Join Now