મોટા ભાગે લોકો આપણી સાથે હોય છે ત્યારે સારી સારી વાતો કરે છે અને આપણી પાસેથી બધું જાણી લે છે. પરંતુ જયારે આપણે હાજર ના હોઈએ ત્યારે એજ સારા વ્યક્તિ આપણી પીઠ પાછળ આપણા વિરુદ્ધ માં જ સાજીશ કરતા હોય છે. અથવા આપણા વિશે જ ખરાબ વિચારતા હોય છે. તો ચાણક્ય કહે છે કે હંમેશા આવા લોકો થી દુર અને સાવચેત રહેવું જોઈએ.
એવા લોકો ની મિત્રતા કરવી જોઈએ જે સારા અને ખરાબ બંને સમય માં તમારો સાથે આપે. ખરાબ મિત્રોના કારણે કામ બગડી શકે છે. મિત્રોના સંબંધમાં ચાણક્ય નીતિ આપણાં કામ આવી શકે છે. જે લોકો સારા મિત્ર હોય છે, તેમની મોટી-મોટી પરેશાનીઓ પણ સરળતાથી દૂર થઇ શકે છે. ચાણક્ય નીતિના બીજા અધ્યાયના પાંચમા શ્લોકમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે
परोक्षे कार्यहन्तारं प्रत्यक्ष प्रियवादिनम्।
वर्जयेत्तादृशं मित्रं विषकुंभम् पयोमुखम्।।
આ નીતિમાં આચાર્ય ચાણક્ય કહે છે કે, જે મિત્ર આપણી સામે મીઠી વાતો કરે છે, આપણાં વખાણ કરે છે અને પીઠ પાછળ આપણી અવગણના કરે છે, કામ બગાડવાની કોશિશ કરે છે, તેમની સાથે મિત્રતા રાખવી જોઇએ નહીં. આવા લોકોની મિત્રતા તરત છોડી દેવી જોઇએ.
આવા લોકો એ પ્રકારના હોય છે, જેમના મુખ ઉપર દૂધ જોવા મળે છે, પરંતુ અંદરથી ઝેર ભરેલું હોય છે. તેમનો સાથ આપણાં માટે નુકસાનદાયક છે. આવા મિત્રોથી બચવું જોઇએ. નહીંતર વિઘ્ન ક્યારેય દૂર થતાં નથી.
न विश्वसेत् कुमित्रे च मित्रे चाऽपि न विश्वसेत्।
कदाचित् कुपितं मित्रं सर्वं गुह्यं प्रकाशयेत्।।
આ નીતિમાં ચાણક્ય કહે છે કે, આપણે ખરાબ સ્વભાવ ધરાવતાં મિત્રો ઉપર બિલકુલ પણ વિશ્વાસ કરવો જોઇએ નહીં. આ વાત પણ ધ્યાન રાખો કે, ક્યારેય સારા મિત્રો પર પણ પૂર્ણ વિશ્વાસ કરવો જોઇએ નહીં. તેમને પણ આપણાં રહસ્યો જણાવવા જોઇએ નહીં. ભવિષ્યમાં સારા મિત્ર સાથે વિવાદ થઇ ગયો હોય તો તે આપણાં બધા રહસ્યો ઉજાગર કરી દેશે, જેનાથી આપણું જીવન સંકટમાં ફસાઇ શકે છે.