હિંદુ ધર્મમાં પૂજા કરવા માટે પણ અલગ અલગ વિધિ વિધાન હોય છે. કોઈ ભગવાન ને શું પ્રસાદ ચડાવવો જોઈએ, કયું ફૂલ વગેરે આ તરીકેના ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવાનું હોય છે. ઘર માં ભગવાન ના મંદિર ને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ મંદિર ની સ્થાપના માટે એવી કઈ બાબતો છે જેનાથી તમને પૂજા નું ફળ પ્રાપ્ત થાય.ઘરમાં પૂજા ના મંદિર ને ઇશાન ખૂણા માં રાખવું સૌથી શુભ માનવામાં આવે છે.
કારણકે ઇશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશાના અધિપતિ બૃહસ્પતિ ભગવાન છે. એના તત્વગત સ્વભાવ અનુરૂપ આધ્યાત્મિક ઉર્જા નું સંચાર સૌથી વધારે હોય છે. એવું કહેવામાં આવે છે કે આ દિશા માં પૂજા- અર્ચના કરવાથી વ્યક્તિ નું મન પૂજા માં લાગે છે અને એનું ધ્યાન અને પૂર્ણ સમર્પણ ભગવાન પર રહે છે.
તમને જણાવી દઈએ કે ક્યારેય પણ ભગવાન ની મૂર્તિઓ ને દીવાલ ને અડાડીને ન રાખવી. મૂર્તિઓ અને દીવાલ ની વચ્ચે લગભગ ૨ ફૂટ ની દુરી અવશ્ય રાખવી.
મંદિર બનાવતી વખતે ધ્યાન રાખવું કે તમારે સીડીઓ ની નીચે ભૂલેચૂકે પણ મંદિર ન બનાવવું. સીડી ની નીચે મંદિર બનાવવું શુભ નથી માનવામાં આવતું. સાથે જ સાથે જ ધ્યાન રાખવું પૂજા ઘરની બાજુમાં શૌચાલય ન હોવું જોઈએ.
પૂજા ઘરમાં ભગવાન ની મૂર્તિ સ્થાપિત કરતા સમયે પણ ધ્યાન રાખવું કે ભગવાન નું મુખ કઈ બાજુ છે અને એની પીઠ કઈ બાજુ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દેવી દેવતાઓ ની મૂર્તિ ની પીઠ હંમેશા પૂર્વ અને ઉત્તર દિશામાં હોવી જોઈએ. જેથી પૂજા કરતા વ્યક્તિ નું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે.
મંદિર બનાવતા સમયે ધ્યાન રાખવું કે તમારું મંદિર ઘરની કોઈ બીમ ની નીચે ન આવે. અને ન તો મંદિર ત્યાં સ્થાપિત કરવું અને તમારે પણ ક્યારેય બીમ ની નીચે બેસીને પૂજા ન કરવી. એવું કહેવામાં આવે છે કે બીમ ની નીચે પૂજા કરવાથી એકાગ્રતા ભંગ થઇ જાય છે તથા પૂજા નું શુભ ફળ મળવાના બદલે રોગ વગેરે ની આશંકા વધી જાય છે.