જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

WhatsApp Group Join Now

ચટાકેદાર ખોરાક ખાવાથી ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે. આ સમસ્યા થવાનું કારણ એસિડ રિફ્લક્સ હોય છે. પેટમાં ખોરાકના કારણે વધેલું એસિડ જ્યારે અન્નનળી સુધી પહોંચવા લાગે છે ત્યારે ઉલટી થવી, ખાટા ઓડકાર આવવા જેવી તકલીફ સતાવા લાગે છે. આવી તકલીફ ત્યારે થાય છે જ્યારે લોઅર ઈસોફેગલ સ્પિંચર બરાબર કામ ન કરતું હોય. આ ઉપરાંત જ્યારે ગ્રાસનળી પેટમાં બનેલા એસિડને અન્નનળી સુધી જવા દે છે ત્યારે છાતીમાં બળતરા થાય છે.

અનિયમિત જીવનશૈલી અને ખાણીપીણીની ખરાબ આદતોના કારણે અવારનવાર એસિડ રિફ્લક્સનની સમસ્યા થવા લાગે છે. આવું વારંવાર થવાથી પાચનક્રિયા પર પણ અસર પડે છે. વારંવાર છાતીમાં બળતરાને ઉલટી થવાની સમસ્યા સર્જાય તો તેના કારણે ગળામાં બળતરા પણ થવા લાગે છે.

તેથી આ તકલીફને શરૂઆતમાં જ દૂર કરી દેવી જોઈએ. જ્યારે પણ પેટમાં બળતરાની સમસ્યા ઉદ્ભવે કે તુરંત જ તેને દૂર કરવા માટે નીચે દર્શાવેલા ઉપાયોમાંથી તમારી તાસીરને માફક આવતો ઉપાય અજમાવવો. આ ઉપાય તમારી સમસ્યાને તુરંત દૂર કરી દેશે.

જે વ્યક્તિને આ સમસ્યા હોય તેણે નિયમિત રીતે ભોજન કર્યા પછી ગોળનો એક ટુકડો ખાવો જોઈએ.

એક કપ પાણી ઉકાળી તેમાં એક ચમચી વરીયાળી ઉમેરી દેવી. આ પાણીમાં વરીયાળીને 4થી 5 કલાક પલાળી રાખવી. ત્યારબાદ વરીયાળીમાંથી પાણી કાઢી તેમાં જરૂર મુજબ મધ ઉમેરી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને સવારે અને સાંજે જમ્યા બાદ ખાવાથી લાભ થાય છે.

એક ગ્લાસ ગરમ પાણીમાં મરી પાવડર ઉમેરી અડધું લીંબુ ઉમેરી પાણીને પી જવું.

છાતીમાં થતી બળતરાને દૂર કરવા માટે વરીયાળી, આંબળા અને ગુલાબના પાનને સમાન માત્રામાં લઈ એક ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને રોજ જમ્યા બાદ પાણી સાથે લેવાથી આ સમસ્યામાંથી કામયી મુક્તિ મળી જશે.

WhatsApp Group Join Now