જાણો ટુથબ્રશની બદલે દાતણ કરવાથી થતાં ફાયદાઓ વિશે.

WhatsApp Group Join Now

દાતણ મુખ્યત્વે બાવળનાં હોય છે. બાવળ, કરંજ, વડ, ધમાસો, કંબોઈ, લીમડો વગેરેનાં દાતણો પણ અવારનવાર વાપરવામાં આવે છે, પરંતુ શહેરોમાં મોટા ભાગે બાવળનાં દાતણો મળે છે માટે એ જ વપરાય છે.ભારતીય ઘરોમાં લીમડાના ઝાડનું મહત્વ ખૂબ જ હોય છે. જ્યાં મીઠો લીમડો એટલે ક લીમડાના પાન, ઘણા લોકો ઘર અને તેની આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવા માટે ઘરે લીમડાનું ઝાડ લગાવે છે.

આજકાલ દરેક ઘરમાં દાંત સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કે દાતણના એટલા ફાયદા છે જેને જાણીને તમે ટૂથબ્રશની જ્ગ્યાએ દાતણનો ઉપયોગ કરવા લાગશો. દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ ધર્મ અને અધ્યાત્મની નજરથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે વ્રત દરમિયાન કેટલાક લોકો આજે પણ બ્રશની જ્ગ્યાએ દાતણનો પ્રયોગ કરે છે.

દાતણનું ઘણુ મહત્વ છે, કારણ કે દાતણ એંઠુ નથી હોતુ જ્યારે કે ટૂથબ્રશ તમે રોજ નવુ નથી વાપરતા . એક જ ટૂથબ્રશ ધોઈને તમે અનેક વાર વાપરો છો. આથી બ્રશ બ્રશ શુદ્ધ અને પવિત્ર નથી ગણાતુ. આયુર્વેદમાં જણાવ્યું છે કે દાતણ દાંતોને ચમકાવવા ઉપરાંત તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિને પણ વધારે છે. જે લોકો પોતાની યાદશક્તિ વધારવા ઈચ્છે છે તેમણે પોતાના દાંત દાતણથી સાફ કરવા જોઈએ. આનાથી બુધ ગ્રહનો દોષ પણ દૂર થાય છે.

મસૂઢા અને દાંતની મજબૂતી માટે બબૂલના દાતણથી દાંત સાફ કરવા ફાયદાકારી હોય છે. બબૂલ શનિ ગ્રહના અશુભ પ્રભાવને દૂર કરે છે. આથી જ્યોતિષાચાર્યમાં જણાવ્યું છે કે શનિ દોષથી મુક્તિ માટે સવાર-સાંજ બબૂલના દાતણનો ઉપયોગ કરવો જોઈએ.

બેરના દાતણથી નિયમિત દાંત સાફ કરો તો આવાજ સાફ અને મધુર થઈ જાય છે. બદર્યા મધુર સ્વર’ આથી જે લોકો વાણીથી સંબંધિત ક્ષેત્રોમાં કેરિયર બનાવવાનું વિચારી રહ્યા છે કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમણે બેરના દાતણનો પ્રયોગ કરવો જોઈએ.

WhatsApp Group Join Now