ગાયત્રી મંત્રને વેદોમાં બહુ જ ચમત્કારી મંત્ર બતાવાયો છે. ચારો વેદોમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રમાં ઋષિ વિશ્વામિત્ર અને સવિતા છે. માનવામાં આવે છે કે એ મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ વ્યક્તિ નિયમિત રીતે ત્રણ વાર કરે તો તેની આસ પાસની બધી નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે. ગાયત્રી મંત્રનું વેદોમાં ખુબજ ચમત્કારીક મહત્વ રહેલુ છે. આ મંત્રનો જાપ સામાન્ય રીતે ઉપનયન સંસ્કાર વખતે કરવામા આવે છે.
શા માટે ગાયત્રીમંત્રનો જાપ કરવો જોઈએ જાણો ખાસ વાત. અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, માતા ગાયત્રી સાથે આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. વિધિ અને નિયમો સાથે કરવામાં આવતી ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બનાવે છે. જેનાથી પરેશાનીઓના સમયે રક્ષા થાય છે. દેવી ગાયત્રીની ઉપાસના કરનાર લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.વેદોની સંખ્યા 4 છે. આ વેદોમાં ગાયત્રીમંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રના ઋષિ વિશ્વામિત્ર છે અને સવિતા દેવતા છે.
આ મંત્રમાં એટલી શક્તિ છે કે તેના નિયમિત જાપ કરનાર વ્યક્તિની આસપાસ નકારાત્મક શક્તિઓ, ભૂત-પ્રેત અને બુરી બલાઓ ફરકતી નથી. ગાયત્રી મંત્ર જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ રહે છે, પરંતુ તેને સાંજના સમયે પણ કરી શકાય છે. ગાયત્રી મંત્ર માટે સ્નાન સાથે મન અને આચરણ પવિત્ર રાખો, જો સ્વાસ્થ્ય ઠીક ન હોય અથવા અન્ય કોઇ કારણો સમય સ્નાન કરવાનું શક્ય ન હોય તો કોઇ ભીના કપડાથી શરીર સાફ કરી લેવું.
ગાયત્રી મંત્ર માટે સ્નાનની સાથે જ મન અને આચરણ પવિત્ર રાખો, તુલસી કે ચંદનની માળાનો પ્રયોગ કરવો જોઈએ. બ્રહ્મમૂહુર્તમાં અર્થાત્ સવાર થવાના લગભગ 2 કલાક પહેલા પૂર્વ દિશા તરફ મુખ કરીને ગાયત્રી મંત્ર જાપ કરો. સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા એક કલાકની અંદર જ જાપ પૂજા કરી દો. સાંજે પશ્ચિમ દિશામાં મુખ કરીને જાપ કરો. આ મંત્રનો માનસિક જાપ કોઈપણ સમયે કરી શકાય.