દરેક વ્યક્તિ લસણનું સેવન કરે છે કેમ કે તે ભારતીય ખોરાકમાં સ્વાદ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આયુર્વેદ મુજબ લસણને ખૂબ ફાયદાકારક દવા પણ માનવામાં આવે છે, જે ઘણા રોગોને મટાડે છે. અને શરીરને ઘણી ફાયદાકારક થાય છે કારણ કે તેમાં એન્ટિવાયરલ, એન્ટિફંગલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે.
પરંતુ અત્યાર સુધી તમે લસણના ઘણા ફાયદાઓ વિશે ઘણું સાંભળ્યું જ હશે, પરંતુ લસણના નુકશાન જાણીને પછી તમે પણ સાવધાન રહેશો, તો ચાલો જાણી લઇએ. લસણનો વપરાશ એક મર્યાદા સુધીનો છે, અતિશય સેવનને કારણે શરીરનું તાપમાન વધે છે, તે ઘણી સમસ્યાઓનું કારણ બને છે.
જણાવી દઈએ કે, લસણનું સેવન કરવાથી આપણા શરીરની નસો ફેલાઈ જાય છે. જેના કારણે આપણું બ્લડ પ્રેશર હજુ ઓછું થઇ જાય છે. એટલા માટે લો બ્લડ પ્રેશર વાળા લોકોએ આનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ.
લીવર સંબંધિત બીમારીઓ: જાણકારી માટે જણાવી દઈએ કે, જે લોકોને લીવરથી સંબંધિત રોગ હોય છે, તેમણે લસણની કાચી કળીઓનું સેવન ન કરવું જોઈએ. જો તમે કોઈ વાનગીમાં પણ લસણ નાખો છો, તો તેની માત્રા જેટલી થઇ શકે તેટલી ઓછી રાખવાની છે.
વિટામીન B12 ની ઉણપ:જો તમારા શરીરમાં વિટામીન B12 ની ઉણપ છે, તો તમે આજે જ લસણ ડુંગરી બંદ કરી દો. એવું એટલા માટે કારણ કે લસણ ડુંગરીથી વિટામીન B12 બનાવતા કોષો નાશ પામે છે.
બ્લીડીંગની સમસ્યા: સાથે સાથે એ પણ જાણી લો કે, વધારે લસણનું સેવન કરવાથી શરીરમાં બ્લીડીંગની સમસ્યા વધી જાય છે. જેના કારણે આપણા શરીરમાં ખુબ નુકશાન થઇ શકે છે. એટલા માટે તમારે લસણનું સેવન ઓછું કરવું જોઈએ.
પેટ સંબંધિત રોગ: જણાવી દઈએ કે, લસણનું સેવન કરવાથી મોં ની બળતરા વધી શકે છે. તેમજ ઓડકાર, ઉલ્ટી, ગૈસ, ડાયરિયા, અને કબજિયાત જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.