કુંડળીમાં ગ્રહોના મિલનમાંથી અનેક પ્રકારના યોગ બને છે જેમ કે હાથમાં પણ રેખાઓ યોગ બનાવે છે. તમારા હાથની રેખાઓ તમારા વિશેની કેટલીક વિગતો જણાવે છે. હાથની રેખાઓનો યોગ વિવિધ પર્વતો હિસાબથી અલગ-અલગ હોઈ શકે છે. જે વ્યક્તિના હાથમાં તે યોગ છે, તે ઝડપી અને ચુંબકીય વ્યક્તિની ધની છે, આજે અમે તમને એના જ વિશે જણાવીશું..
મહેનતી હાથ કંઈક લાંબા,સખ્ત અને આગળની બાજુથી થોડા હલકા હોય છે.આવા હાથમાં આંગળીઓ ચોરસકાર અથવા તો ચપટી હોય છે અને પર્વત દબાયેલા હોય છે. આવો હાથ ઘણો વિસ્તૃત અને પહોળો હોય છે. આ પ્રકારના હસ્તરેખા વાળા લોકો આત્મનિર્ભર અને ગુણ-સંપન્ન હોય છે.
આવા લોકો મહેનતી હોવાની સાથે સાથે હંમેશા કંઈક નવું શોધવા અંગે વિચારતા હોય છે. એ લોકોને તેમના જીવનમાં દરેક પ્રકારના કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. આવા લોકો જીવન માં આગળ જઈ ને ડૉક્ટર, એન્જીનીયર અને મહાન અભિનેતા બને છે.દાર્શનિક હાથ લાંબા,પાતળા અને થોડા લચીલા અને કોમળ હોય છે.
આવા હાથ સામેની બાજુથી અણીદાર, લાંબા નખવાળા,પાતળી અને ગાંઠદાર આંગળીઓ વાળા અને તેના જોડાણમાં ગાંઠ હોય છે. આવા લોકોને ધનના મામલામાં ખૂબ ઓછી સફળતા મળે છે. આવા પ્રકારના હસ્તરેખા વાળા લોકો વધુ ધૈર્યવાળા હોય છે. સામાન્ય રીતે આવા હાથ મહાપુરુષો કે સંતોના હોય છે.
તેમને ભૌતિકતાને લઈને વધુ ઉત્સાહ નથી હોતો.ચોરસ આકારનો હાથોની આંગળીઓ લાંબી અને સમકોણ હોય છે.એમના નખ નાના અને ચોરસ હોય છે. એમની હથેળી લંબાઈ અને પોહળાઈમાં એકસમાન હોય છે. સાત્વિક વૃત્તિના લોકો અને વેપારીઓનો હાથ સામાન્ય રીતે આવો જ હોય છે.
આવા લોકોને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આવા લોકો પરિશ્રમી હોવાના કારણે રૂપિયાની ઘણી બચત કરી શકે છે. આવા લોકો વ્યવસાયિક દ્રષ્ટિથી જ વાતનું મહત્વ સમજે છે. આવા લોકો ઘણા કિસ્સાઓમાં હઠાગ્રહી પણ હોય છે, પરંતુ આ પ્રકારની હઠથી તેમને લાભ પણ થાય છે.