ઘરે કયા ભગવાનની મૂર્તિ મંદિરમાં રાખવી શુભ ગણાય છે

WhatsApp Group Join Now

ભગવાનમાં વિશ્વાસ જાળવી રાખવો અને આપણા નસીબની સાથે તેનું મન તેની પૂજા પાઠમાં મૂકવું પણ મનને સ્વસ્થ રાખે છે. ભગવાનની ઉપાસનાનો પાઠ કરવાથી મનમાં શાંતિ મળે છે. તમારી અંદરની બધી નકારાત્મક બાબતો આનાથી નાશ પામે છે અને મનમાં હકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે.જે ઘરમાં બધા લોકો ભગવાનની ઉપાસનાનો પાઠ કરે છે અને સારા વિચારો રાખે છે, ત્યાં લડાઇ ઓછી થાય છે.

દરેક લોકોના ઘરમાં ચોક્કસપણે એક નાનું મંદિર અથવા પૂજા ઘર હશે. સામાન્ય રીતે આપણે દરરોજ સવારે અને સાંજે ભગવાન આરતી કરવી જોઈએ. આ કરવાથી, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો જાણી લઈએ કે ઘરમાં ક્યાં પભગવાનની પૂજા રાખવી શુભ ગણાય છે અને ક્યાં ભગવાન રાખવા ન જોઈએ..ઘરમાં ગણેશ, વિષ્ણુ, શિવ, સૂર્ય અને માં દુર્ગાની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી મૂર્તિ દોષ દુર થાય છે.

પૂજા સ્થાન ઉપર ભગવાન રાખવાની દિશા પણ મહત્વની હોય છે. એટલા માટે પંચાયતનની સ્થાપના કરતી વખતે પોતાના ઇષ્ટ દેવનું ધ્યાન રાખો.જે લોકો ગણેશજીને પોતાના ઇષ્ટ દેવ માને છે, તેને સિંહાસનની મધ્યમાં ગણેશજીને બિરાજમાન કરવા જોઈએ. જયારે વિષ્ણુજીને ઇશાન ખૂણામાં, શિવજીને આગ્નેય ખૂણામાં, નૈઋત્વ ખૂણામાં સૂર્ય અને વાયવ્ય ખૂણામાં દેવી દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.તેનાથી ઘરમાં ખુશાલી આવશે અને કાર્યોમાં આવી રહેલી અડચણો દુર થશે.

ગણેશજી ઉપરાંત લોકો બીજા ભગવાનને પોતાના ઇષ્ટ દેવ માને છે, તેને હંમેશા સિંહાસનની મધ્યમાં પોતાના આરાધ્યની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી પૂજાનો બમણો લાભ મળશે.ઘરમાં હંમેશા નાનું શિવલિંગ રાખો. તે અંગુઠાના આકારથી વધુ મોટું ન હોય. કેમ કે વધુ મોટું શિવલિંગ ઘરમાં રાખવાથી ગૃહસ્થના લોકોનું મન સંસારી મોહ માંથી દુર થઇ શકે છે. ગૃહસ્થોને શ્રીરામ અને માતા સીતા સાથે બેઠેલા હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

WhatsApp Group Join Now