નિયમિત મધ અને લીંબુ પાણી પીવાથી કબજિયાત પણ મટે છે. તમારે સવારે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી મધ અને અડધો લીંબુનો રસ ભેળવીને પીવા નો છે. તેને નિયમિતપણે લેવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય.
શરીરને ડિટોક્સ કરવા માટે મધ અને લીંબુ પાણી પણ ખૂબ ફાયદાકારક છે, તે તમારા શરીરમાં જામી ગયેલી ખોટી વસ્તુ ને બહાર કાઢવા અને શરીરને અંદરથી શુદ્ધ કરવાનું કામ કરે છે. જો તમને ચમકતી ત્વચા જોઈએ છે, તો આજથી જ તેનું સેવન કરવાનું શરૂ કરો. મધ અને લીંબુ તમારી ત્વચામાં ગ્લો લાવવાનું કામ કરે છે.
જો તમે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો, તો પછી લીંબુ અને મધનું નિયમિત સેવન કરો. જે બેક્ટેરિયા અને જંતુઓ શુદ્ધ કરે છે.
તે ડ્રિંક એનર્જી બૂસ્ટરની જેમ કામ કરે છે. સવારે ખાલી પેટ લેવાથી, તમે દિવસભર હળવાશનો અનુભવ કરશો. થોડા હૂંફ વાળા પાણીમાં મધ-લીંબુ પીવાથી ગળાના ચેપથી પણ રાહત મળે છે.
મધ અને લીંબુ નું શરબત તૈયાર કરવા માટે, એક વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો. હવે આ પાણીમાં એક ચમચી મધ નાખો. તેમને સારી રીતે મેળવી નાખો. હવે તમારે તેને ફક્ત નવશેકા પાણીમાં જ પીવું પડશે અને ઠંડુ થયા પછી તેનું સેવન ન કરો. હવે તેને પીધાના એક કલાક પછી નાસ્તો અથવા ચા કોફી લેવી.
નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પ્રદાન કરવા માટે આપવામાં આવી છે. કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટર અથવા તો નિષ્ણાત ની સલાહ લેવી જરૂરી છે.