WhatsApp Group
Join Now
શુકન શાસ્ત્ર અનુસાર, જો ગરોળી મહિલાના ડાબા અંગ પર પડે છે તો એનાથી શુભ ફળ મળે છે. મહિલા ના જમણા અંગ પર ગરોળી નું પડવું શુભ માનવામાં આવતું નથી. શુકન શાસ્ત્રમાં વિભિન્ન પ્રકારના શુકન ના આધાર પર પણ ભવિષ્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
ગરોળી શરીર પર પડ્યા પછી સ્નાન કરવું જ જોઈએ. જોકે કેટલીક સ્ત્રીઓને જમણાં અંગ પર ગરોળી પડે તે શુભ અસર આપનારી નિવડે છે. શકુન શાસ્ત્ર અનુસાર માણસના જે અંગ પર ગરોળી પડે છે તે પ્રમાણે તેનું ફળ મળે છે.
- ડાબા પગ અથવા એડી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે બહુ જલદી જીવનમાં દુઃખ આવશે, ઘરમાં કલહ-કંકાશ થશે.
- જો ગરોળી માથા પર પડે તો સંપત્તિ મળવાની શક્યતા વધી જાય છે.
- જમણા કાન પર ગરોળી પડે તો નવાં કપડાં અને ઘરેણાં મળી શકે છે.ડાબા કાન પર ગરોળી પડે તો આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
- નાક પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારો ભાગ્યોદય ઝડપથી થશે.
- ડાબા ગાલ પર ગરોળી પડે તો નજીકના ભવિષ્યમાં જ જૂના મિત્રો સાથે મુલાકાત થશે.જમણા ગાલ પર ગરોળી પડે તો તે જાતક રોગમુક્ત થશે અને તેનું આયુષ્ય પણ વધશે.
- ગરદન પર ગરોળી પડે તો તે જાતકને યશ, પ્રતિષ્ઠા મળે છે.
- દાઢી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારી સાથે ટૂંક સમયમાં કોઈ ભયાનક ઘટના ઘટવાની છે.
- જે પુરુષની મૂછ પર ગરોળી પડે છે તેને માન-સન્માન મળે છે.
- જે જાતકની ભ્રમરો પર ગરોળી પડે છે તેને ધનહાનિ થાય છે.
- ડાબી આંખ પર ગરોળી પડે તો કોઈ ને કોઈ પ્રકારનું નુકસાન થાય છે.
- જમણી આંખ પર ગરોળી પડવાનો અર્થ એ છે કે ખૂબ જ જલદી તમારી મનસંદ વ્યક્તિ સાથે મુલાકાત થશે.
- પીઠ પર જમણી બાજુ ગરોળી પડે તો સુખની પ્રાપ્તિ થાય છે.પીઠ પર ડાબી બાજુ ગરોળી પડે તો તે જાતકને રોગ થવાની શક્યતા રહે છે.
- જમણા ખભા પર ગરોળી પડે તો અનેક મુશ્કેલ જણાતાં કાર્યોમાં સફળતા મળે છે.ડાબી બાજુના ખભા પર ગરોળી પડે તો તે જાતકના શત્રુઓમાં વધારો થાય છે.
- જમણા હાથ પર ગરોળી પડે તો આકસ્મિક ધનલાભ થાય છે.ડાબા હાથ પર ગરોળી પડે તો તે જાતકની સંપત્તિ લૂંટાય છે.
- જમણી હથેળી પર ગરોળી પડે તો નવાં કપડાં પહેરવા મળે છે.ડાબી હથેળી પર ગરોળી પડે તો આકસ્મિક ધનહાનિ થાય છે.
WhatsApp Group
Join Now