ડાયેટીંગ કરતાં હોય તો આ ભૂલો કયારેય પણ ન કરવી

WhatsApp Group Join Now

ઘણા લોકો વજન ઓછું કરવા માટે કસરત કરતાં ડાયેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. પરેજી પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. પરંતુ કેટલીક વાર ડાયેટિંગ વજન ઘટાડવામાં સફળ નથી થતુ. આ માટે લોકો ઘણીવાર ચિંતાતુર રહે છે અને તેમના આહારમાં ઘણા ફેરફારો કરે છે. આમ કરવા છતાં ઈચ્છિત પરિણામ મળતું નથી. આવું એટલા માટે થાય છે કે વજન ઘટાડવાની ઉતાવળમાં લોકો કેટલીક ભૂલો કરે છે. જેના કારણે કેલરી બર્ન થતી નથી.

આ ભૂલોના કારણે લગભગ 80% ભારતીયો વજન ઓછું કરવામાં નિષ્ફળ જાય છે. તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય, તો પહેલા તમારે તમારી આ ભૂલો સુધારવી પડશે.વજન ઘટાડવા માટે લોકો ઘણીવાર 4-5 વસ્તુઓની પાછળ પડી જાય છે. તેમને લાગે છે કે આ પ્રયોગ કરવાથી વજન ઓછું થતું નથી તો તે બીજી વસ્તુ પાછળ પડી જાય છે. વજન ઘટાડવા પણ શરીરને કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ અને ફાઇબરની જરૂર હોય છે, જે સમાન પ્રકારના ખોરાક સાથે મળી શકતા નથી.

આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ છે કે તમે તમારા આહારમાં દરેક વસ્તુનો સમાવેશ કરો.કેટલાક લોકો સખત કસરત કરવાનું શરૂ કરે છે. તેનાથી વજન તો ઘટે છે પણ આ પદ્ધતિઓ સ્નાયુઓને નબળા બનાવે છે. ઉપરાંત પોષક તત્ત્વોનો અભાવ વધારે છે જેનાથી થાક, વાળ ખરવા, હતાશા, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.વધારે સ્ટ્રેસ લેવાથી શરીરમાં કાર્ટિસોલ ઉત્પન્ન થાય છે, જે ચરબી ઘટાડવાને બદલે વધારવા લાગે છે. એટલે જરૂરી એ પણ છે કે તમે વધેલા વજનની અને વજન કેવી રીતે ઘટશે તેની ચિંતા છોડી દો અને સ્ટ્રેસ ફ્રી રહો.

આહારમાં કાચું સલાડ, આખા અનાજ, ઓટમીલ, કઠોળ, ડ્રાયફ્રુટનો સમાવેશ થવો જોઈએ. દરરોજ શાકભાજી અને ફળો ખાઓ.
દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાક માટે સારી ઊંઘ કરવી.
મસાલેદાર, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ખોરાકથી દૂર રહો અને ખોરાકમાં તેલનો ઉપયોગ પણ ઓછો કરો.
જો તમે ડાયેટ પ્લાનને અનુસરી રહ્યા છો, તો પછી અઠવાડિયામાં એકવાર ચીટ મીલ લેવાનો આગ્રહ રાખો.
વધુ કસરત કરવાને બદલે અસરકારક વર્કઆઉટ કરો.
સીડી ચઢવી, આઉટડોર રમતો રમવી, પાર્કમાં ચાલવું અને યોગ કરવા જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરો.

WhatsApp Group Join Now