વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણી લો કઇ દિશામાં હોવુ જોઇએ તમારા ઘરનુ મંદિર

WhatsApp Group Join Now

લોકો સવાર સાંજ ભગવાન ની પૂજા કરે છે. મંદિર દુર હોવાથી ઘર માં જ મંદિર ની સ્થાપના કરવામાં આવે છે. લોકો એમના ઘર માં ભગવાન ને એક ખાસ જગ્યા આપે છે અને એ જગ્યા પર દરરોજ એની પૂજા પાઠ કરવામાં આવે છે. મંદિર પછી નાનું હોય કે મોટું એ વાસ્તુ અનુસાર જ હોવું શુભ માનવામાં આવે છે. સંપૂર્ણપણે વાસ્તુ શાસ્ત્ર મુજબ હોય તેવું ઘર મળવું અશક્ય છે.

તૈયાર ઘર લીધું હોય કે ભાડે રહેતા હોય તો શક્ય છે કે તેનુ વાસ્તુ યોગ્ય ન પણ હોય.વાસ્તુ મુજબ બનાવેલ પૂજા ઘર, આખો દિવસ તણાવ અને ચિંતાને થોડાક જ સમયમાં શાંત કરી શકે છે અને આપણી અંદર નવી ઉર્જા પણ ભરી નાખે છે. તેથી ઘરમાં મંદિર બનાવતી વખતે વાસ્તુ મુજબ કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે.

જ્યા સુધી શક્ય હોય ઘરના રસોડા અને બેડરૂમમાં મંદિર ઘર ન બનાવવુ જોઈએ.મંદિર ની ઉપર કે નીચે ટૉયલેટ ન હોવુ જોઈએ અને જો શક્ય હોય તો તેને મંદિરની રૂમ ની સાથે અટેચ પણ ન રાખો.મંદિર નો આકાર પિરામિડ જેવો હોય તો ખૂબ જ લાભદાયક છે. સાથે જ તેના દરવાજા આપમેળે બંધ કે ખુલે તેવા ન હોવા જોઈએ.મંદિર ની અંદર જૂતા-ચપ્પલ કે ઝાડૂ બિલકુન ન હોવા જોઈએ.

સાથે જ કોઈ પણ પ્રકારની ખંડિત પ્રતિમા પણ પૂજા ઘરની અંદર મુકવાની મનાઈ છે.ગણેશજીની પ્રતિમા પૂર્વ કે પશ્ચિમ દિશામાં ન મુકતા દક્ષિણ દિશામાં મુકો. હનુમાનજીની તસ્વીર કે મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરો. જેથી તેમનુ મોઢુ દક્ષિણ દિશા તરફ રહે. અન્ય દેવી-દેવતાઓ સાથે ભગવાન શિવની તસ્વીર કે મૂર્તિ મુકી શકો છો.મંદિર ની રૂમ નો દિવાલોનો રંગ સફેદ કે હળવો પીળો સારો રહેશે. પૂજા ઘરમાં શક્ય હોય તો ઉત્તર કે પૂર્વની તરફ બારી જરૂર રાખો દરવાજો પણ આ જ દિશામાં ખુલે તો સારુ રહેશે.

WhatsApp Group Join Now