જીવનસાથીમાં આવા ગુણ હોય તો સમજી લેવું એકબીજા માટે નથી બન્યા

WhatsApp Group Join Now

ઘણી વાર આપણે એક એવા સંબંધોમાં બંધાઈ જઈએ છીએ જે હંમેશા દુ:ખ પહોંચાડે છે. શરૂઆતમાં તો બધું બરાબર ચાલે છે, પરંતુ થોડા દિવસો પછી તમને નાના માં નાની બાબતો પર તમારો જીવનસાથી તમને રોકવા-ટોકવાનું નું શરૂ કરી દે છે. એટલું જ નહીં તે તમને નિયંત્રિત કરવાનું પણ શરૂ કરે છે. તમે તેમને ખૂબ પ્રેમ કરો છો, પરંતુ તમે તે વાતને સ્વીકારી શકતા નથી કે તેઓ તમને નિરાશ કરશે નહીં.

ચાલો અમે તમને કેટલાક એવા જ સંકેતો જણાવી દઈએ કે જેનાથી સમજાય છે કે તે તમારા માટે નથી બન્યા-આવા લોકો વારંવાર તમારા કામ અથવા તમારી ક્ષમતા પર સવાલ કરે છે. તમને ટેકો આપવાને બદલે તમને વારંવાર એ જ કહેતા રહે છે કે તું આ કરી શકીશ નહીં અથવા જે તે વિચાર્યું છે તે ખોટી વિચારસરણી છે. તમને તમારા જ પોતાના નિર્ણય પર ખોટા સાબિત કરી દે છે.

જ્યારે તમે કોઈ રિલેશનશિપમાં છો ત્યારે તમારે બંનેએ તમારો ૫૦-૫૦ ટકા આપવાનો હોય છે અને તમે બંને જ સમાનતાના હકદાર છો. પરંતુ જો તમને આ સંબંધમાં નથી લાગતું કે તમે સમાન વાત એકબીજાને શેયર કરો છો, તો તે તમારા સંબંધની શરૂઆત અથવા અંત કરવાનો સંકેત હોઈ શકે છે.
તમારા જીવન સાથી એવા હોવા જોઈએ કે જે તમારા શોખ અને તમારા સપનાને માન આપે. જેટલું શક્ય હોય તેટલું તે સ્વપ્ન પ્રાપ્ત કરવા માટે તમને ટેકો કરે. એવું ન હોવું જોઈએ કે તમારી બધી વાતોની ટીકા કરતા રહે.

પ્રેમ કરતા લોકો એક સાથે પ્રગતિ કરવા માંગે છે. તમે બંને ભલે અલગ ક્ષેત્રોના હોવ, પરંતુ બંને એકબીજાની પ્રગતિ ઇચ્છે છે. પરંતુ જો તમારા જીવનસાથી નું ધ્યાન ફક્ત પોતાના પર જ છે (આમાં વ્યાવસાયિક અને વ્યક્તિગત બંને બાબતો શામેલ છે), તો તમારે તેની સાથે ખુલી ને વાત કરવી જોઈએ.

WhatsApp Group Join Now