અમુક બીમારી એવી હોય છે જેના વિશે આપણને ખબર હોતી નથી. જેનું નામ પણ આપણે ક્યારેય સાંભળ્યું નથી હોતું. એમાંથી એક કાર્ડિએક અરેસ્ટ છે. કાર્ડિએક અરેસ્ટ એક પ્રકાર ની હદયની બીમારી હોય છે, જે આકસ્મિક રીતે થાય છે. એમાં મગજ અને શરીર ના બાકી અંગોમાં બ્લડ સર્ક્યુલેશન આકસ્મિક બંધ થઇ જાય છે અને આ દરમિયાન મુંજારો થવાથી વ્યક્તિ નું મૃત્યુ પણ થઇ જાય છે.
તમને અમે જણાવી દઈએ કે કાર્ડિએક અરેસ્ટ અને હાર્ટ એટેક બંને અલગ અલગ પ્રકારની વસ્તુ છે.કાર્ડિએક અરેસ્ટ ના વધતા કેસ નું ખાસ એ કારણ છે કે આપણે ઘણી વાર તપાસ માટે કોઈ બીમારી થવાની રાહ જોઈએ છીએ. જે ખોટી વાત છે, કારણકે ક્યારેક ક્યારેક અમુક બીમારીઓ ના લક્ષણ આપણને ઘણા દિવસ પછી જોવા મળે છે અને આ રીતે તમારી નાની નાની બેદરકારી કોઈ મોટી બીમારીઓ નું કારણ બની શકે છે,.
તેમજ જરૂરી છે કે સમય સમય પર તપાસ કરતુ રહેવું. એના મુખ્ય કારણ એ હોઈ શકે છે, જેમ કે શ્વાસ ફૂલવો, ગભરામણ થવી, છાતી માં દુખાવો, ચક્કર આવવા, બેભાન થઈ જવું, બેચેની થવી, તનાવ, આ બધા એના મુખ્ય લક્ષણ હોય છે.તનાવ આપણા હદય પર ખરાબ અસર નાખે છે, જેનાથી આપણું હદય ધીમે ધીમે નબળું થવા લાગે છે અને આકસ્મિક થી કાર્ય કરવાનું બંધ કરી દે છે. કોઈ પણ વસ્તુ માટે ખુબ જ ટેન્શન ન લેવું, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ સારું નથી.
જે તમારા બ્લડ પ્રેશર માટે પણ સારું નથી. ઘણી વાર આપણે બધા વધતા વજનથી થતી સમસ્યાઓ થી જાગૃત હોય તો એને નજરઅંદાજ કરવાના બદલે એને કંટ્રોલ કરવાની જરૂરત છે.આવી સમસ્યાઓ ને નજરઅંદાજ ન કરવી અને એના પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી હોય છે, કારણ કે ફેટ ની ચરબી ઘણી નવી બીમારીઓ ને જન્મ આપે છે. જયારે ડાયાબિટીસ પણ એમની સાથે ઘણી નવી બીમારી ને જન્મ આપે છે. એના પ્રારંભ થી જ કંટ્રોલ માં રાખવું. એના માટે જરૂરી છે કે નિયમિત રીતે વ્યાયામ કરવા અને ખાણીપીણી નું પણ ખાસ ધ્યાન રાખવું તેમજ દુષિત વસ્તુ થી અંતર બનાવી રાખવું.
Comments are closed.