Beauty Tips : આજકાલ વ્યસ્તતા વાળી જીવનશૈલીના કારણે ઘણા લોકો એની ત્વચાનું ધ્યાન રાખી શકતા નથી. બજારની ખાણીપીણીના કારણે પણ ત્વચા ખરાબ થઇ શકે છે. જેને જો સુંદર બનાવવા માંગતા હોય તો આ એક વસ્તુથી ચહેરા પર ગ્લો આવી શકે છે. જે છે વિટામીન-ઈ ની કેપ્સ્યુલ.
આ વિટામિન-ઇને બ્યુટી વિટામિન પણ કહેવામાં આવે છે. આ વિટામિન ત્વચાની ચમકતા વધારે છે. વાળ, ચહેરો અને ત્વચા સ્વસ્થ અને ચમકતા બનાવવા માટે વિટામિન-ઇ ખૂબ ફાયદાકારક છે. તેને ઘણી રીતે ચહેરા અને વાળ પર ઉપયોગ થઈ શકે છે.
અમે તમને જણાવી દઈએ કે એંટીઓકિસડન્ટથી ભરો આ ઓઇલ કેપ્સુલ તમને કોઇપણ મેડિકલ સ્ટોર્સમાં મળી જશે. વિટામિન-ઇ માં રહેલા એન્ટીઓક્સિડન્ટના ગુણધર્મો ચહેરાથી વાળ સુધીમાં દરેકમાં ખુબ જ ફાયદાકારક છે પરંતુ, સૌથી વધારે મહત્વ એ છે કે તમે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો છો કે નહીં.
કારણ કે જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેની અસર થોડા સમયમાં જ જોવા મળશે. ચાલો અમે તમને જણાવી દઈએ કે તમે કેવી રીતે તેનો ખરેખર ઉપયોગ કરીને તમારી ત્વચા પરની સુંદરતામાં વધારો કરી શકો છો.
Table of Contents
વાળ માટે Beauty Tips
વિટામિન-ઇ કેપ્સ્યુલનો ઉપયોગ ફક્ત ત્વચા પર જ નથી કરી શકતા પરંતુ તેનો ઉપયોગ વાળને જાડા બનાવવા માટે પણ કરવામાં આવે છે. વિટામિન-ઇનો ઉપયોગ નિયમિત લગાવાવાળા વાળ તેલ માં મિક્સ કરી શકાય છે. તેનો ઉપયોગ વાળ ધોવાના એક દિવસ પહેલા કરવો. આ માટે નાળિયેર તેલમાં વિટામિન-ઇ તેલને સરખી રીતે મિક્સ કરીને વાળ પર લગાવો અને સવારે સારી રીતે શેમ્પૂ થી ધોઈ લેવા.
હોઠ માટે Beauty Tips
વિટામિન-ઇનો ઉપયોગ હોઠ પર લગાવવાથી હોઠ નરમ અને ચળકતા બને છે. વિટામિન-ઇ ના કેપ્સ્યુલ માંથી લિક્વિડ કાઢીને બદામના તેલ કે ગ્લિસરિન સાથે મિક્સ કરીને હોઠ પર સૂતા પહેલા લગાવો. તેનાથી હોઠ થોડા જ દિવસોમાં એકદમ નરમ અને ચમકદાર દેખાશે.
આ પણ વાંચો : Diabetes Tips : ડાયાબીટીસને કુદરતી રીતે કંટ્રોલમાં રાખવા ખાવ આ 6 વસ્તુઓ
ચહેરા માટે Beauty Tips
ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરવાથી વિટામિન-ઇ ત્વચાને શુષ્ક બનતા રોકે છે અને તેને ત્વચા ચમકદાર બનાવે છે. વિટામીન-ઇ કેપ્સુલ ને દરરોજ રાતે સૂતા પહેલા બદામ કે નાળિયેર તેલમાં મિક્સ કરીને ચહેરા પર વિટામિન-ઇ કેપ્સ્યુલ્સ મિક્સ કરવી. તે મોઇશ્ચરાઇઝર, લોશન અથવા સ્ક્રબમાં મિક્સ કરીને સીધા ચહેરા અને ગળા પર વાપરી શકાય છે.
આંખો માટે Beauty Tips
આંખોની નીચે પડી ગયેલા કાળા કુંડાળા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. આવી સ્થિતિ માં વિટામિન-ઈ તેલને સીધું આંખો નીચે લગાવીને આખી રાત વિટામિન-ઇ તેલ લગાવી રાખવું અને તેને આખી રાત માટે લગાવીને સુઈ જવું. તેની અસર થોડા દિવસોમાં જ જોવા મળશે.
આ પણ વાંચો : Hair Tips: બે મોઢાવાળા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ઘરે બેઠા કરો આ 1 easy કામ