જો તમે તમારું પેટ ઓછું કરવા માંગતા હોય તો ફક્ત કસરત જ નહિ, પરંતુ તમારી ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવું. તમે કંઈ પણ ખાવ છો તો તેનાથી તમારા આખા શરીરની ચરબી વધે છે, ફક્ત પેટની જ નહિ. એટલા માટે તમારે પોતાના આખા શરીરને ફિટ રાખવું પડશે. જે વસ્તુમાં શુગર, કાર્બોહાઇડ્રેટની માત્રા વધારે હોય છે, તેને ખાવાનું તરત બંધ કરી દેવું જોઈએ. આજે અમે તમને પેટને અંદર કરવા માટે કઈ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ, એના વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ.
સ્વીટ્સ (મીઠાઈ) – કેન્ડી અને અન્ય પ્રકારની મીઠાઈઓ એક પ્રકારની કેલરી જ છે. નાની નાની ચોકલેટ અને કેન્ડી કેલરી વધારે છે, એટલા માટે એનાથી દુર જ રહેવું. એવી જ રીતે સોડા ડ્રિંક અને કોક પણ તમારા સ્વાસ્થ્યનો શત્રુ છે. ઘણા લોકોને લંચ અથવા ડિનર પછી સોડાની આદત હોય છે. જો તમે એને સીધું પાણી અથવા આઈસ્ડ-ટી થી રિપ્લેસ કરી દેશો, તો તમે તમારી ડાયટમાં એક અઠવાડિયા માં ઘણી કેલરી ઓછી કરી શકો છો.
આલ્કોહોલ – ઘણી રિસર્ચ પરથી જાણવા મળે છે કે, દિવસમાં એક વાર આલ્કોહોલનું સેવન કરવાથી હૃદયની બીમારીનો ખતરો ઓછો થઈ જાય છે. જયારે આલ્કોહોલથી બે સમસ્યાઓ ઉભી થાય છે. એક તો તેમાં હાઈ કેલરી હોય છે અને ઓછા પોષક તત્વ. આલ્કોહોલના વધારે સેવનથી હજારો કેલરી એડ થઈ શકે છે.
ફાસ્ટ ફૂડ – એક વારનું ફાસ્ટ ફૂડ પણ તમારા માટે મોંઘો સોદો સાબિત થઈ શકે છે. ફાસ્ટફૂડ ઓછામાં ઓછું 2000 કેલરી ભેગી કરે છે. જયારે આટલી કેલરી આખા દિવસમાં લેવાની સલાહ આપવામાં આવે છે. તેના સિવાય ફાસ્ટફૂડમાં ખરાબ ચરબી વધારે અને પોષક તત્વ ખુબ જ ઓછા હોય છે.
બદામ – બદામ મોનોસૈટુરેટેડ ફેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે, તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને તમારી મોટી કમર પાતળી થઈ શકે છે. બદામમાં મળી આવતા મોનોસૈટુરેટેડ ફેટ વજનને ઓછું કરવામાં મદદ કરે છે ખાસ કરીને પેટની ચરબી. જો કે બદામ ખાતા સમયે તમે એ પણ ધ્યાન રાખો કે, તમે તેને કેટલી માત્રામાં ખાઈ રહ્યા છો. કારણ કે બદામમાં કેલરી પણ વધારે માત્રામાં હોય છે અને એટલા માટે તેને માર્યાદિત પ્રમાણમાં ખાવી.
દૂધ ઉત્પાદક – દૂધ ઉત્પાદકોને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તે કાર્બોહાઇડ્રેટ અને બેડ ફેટની બાબતમાં પણ આગળ હોય છે. જો તમે પોતાનું પેટ ઘટાડવા માંગતા હોય તો કેલ્શિયમની જરૂરી માત્રા લીલી શાકભાજીમાંથી લેવી અને દૂધ ઉત્પાદનોથી દૂર રહેવું.
ફળોના જ્યુસ – ફળોના જ્યુસમાં ભલે જેટલા પણ પોષક તત્વ હોય, પરંતુ તેમાં શુગરની ખુબ જ વધારે માત્રા હોય છે. સવારે એક ગ્લાસ જ્યુસ પીવાથી તો કોઈ ખાસ નુકશાન થતું નથી. પરંતુ તેનો નિયમિત રીતે પીણાં તરીકે ઉપયોગ ન કરવો.
બટાકા- એક બાફેલું બટાકુ ખાવાનો મતલબ છે કે તમે સીધા એક ચમચી ખાંડ ખાઈ રહ્યા છો. જયારે આટલી હાઈ શુગર ખાતા હોય તો તમને વધારે ઝડપથી ભૂખ લાગે છે અને તમે વધારે ખાવાનું ખાઈ લો છો.
નાસ્તો – વેફર અથવા તેના જેવો બીજો નાસ્તો પણ મીઠાઈની જેમ જ કેલરી વધારે છે. એટલે ભોજનની વચ્ચે હેલ્ધી નાસ્તો કરવો. ચરબી ઓછી કરવા માંગતા હોય તો આ વસ્તુઓ ખાવી, જલ્દી જ પેટ અંદર આવી જશે.
પાંદડાવાળા શાકભાજી – પાંદડાવાળા શાકભાજી ખાવાથી પણ વધેલું પેટ ઓછું કરવામાં મદદ મળે છે, કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમને વારંવાર ભૂખ નથી લાગવા દેતું. તેનાથી તમે વધારે ખાવાનું નથી ખાતા અને કેલરીની ખપત પણ ઓછી થાય છે. પાલક, બ્રોકલી જેવી પાંદડાવાળી શાકભાજીઓમાં ઓછી કેલરી અને ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.