ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં આવેલ નાનકડા એવા ભગુડા ગામની અંદર બેઠેલા માં મોગલ મોગલનું મંદિર આજે ખુબજ જાણીતું અને પ્રખ્યાત બન્યું છે. માં મોગલના આ મંદિર અને ગામ સાથે અનેક ચમત્કારો અને કથાઓ જોડાઈ છે જેનાથી પ્રભાવિત થઈને રોજે હજારો ભક્તો પોતાની માનતા અને મન ની મનોકામના લઇ ને માં ના દર્શન કરવા આવે છે.
આ દરમિયાન હજારો ભક્તો મદિરમાં આવીને આઈ મોગલના ચરણોમાં પોતાનું શીષ નમાવે છે. ભગુડા ધામ તરીકે જાણીતા બનેલા આ ગામની અંદર હાજરાહજૂર માં આઈ મોગલ બીરાજમાન છે જે ભક્તોના તમામ દુખ દુર કરે છે.અને મન ની મનોકામના પુરી કરે છે.
માં મોગલ ના મંદિરની અંદર દરેક જ્ઞાતિના લોકો દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માતા માં મોગલને પ્રાર્થના કરે છે.
મંદિરની અડનાર એક હાથમાં તલવાર અને બીજા હાથમાં શેષ નાગ ધરિયો છે વિખરાયેલા કેશપાશ ત્રિલોકને શાતા આપતું તેજસ્વી ભાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગનજ્વાળા વરસાવે છે માં નાં નયનો. માં મોગલનું આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ સૌ કોઈ માં ની સ્તુતિ કરે છે.
માં મોગલ ના મંદિરની અંદર માં મોગલને લાપસીનો પ્રસાદ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે. અને માં પોતાના ભક્તો એ ધારેલી લાપસી જોઈ ખુબ જ રાજી થઇ પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે,કારણ કે મોગલ માતાને લાપસી ખુબજ પ્રિય હતી આથી મદિરમાં લાપસીના પ્રસાદનો ખુબજ મહિમા રહેલો છે. એવું કહેવામાં આવે છે કે લાપસીનો પ્રસાદ ગ્રહણ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
ભક્તો દ્વારા અહીં મોગલ માંને ૧૬ શણગાર અર્પણ કરે છે. જેને તરવેડાનો (માતાજીને ચઢાવવામાં આવતી ભેટ) એક ભાગ કહેવાય છે.અને માં મોગલ ને ભેળિયો ખુબ જ પસંદ છે, અને માં ના આ ભેળીયા માં આખું બ્રહ્માંડ સમાયેલું છે.
તરવેડો એટલે એક પ્રકારની માનતા કહેવામાં આવે છે. જેમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાજીને લાપસી અને શણગાર અર્પણ કરે છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે ભગુડા ગામની અંદર ક્યારેય ચોરી થતી નથી કારણ કે ત્યાં આઈ મોગલનો વાસ છે. ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિએ માં ને રીઝવવા ભક્તોની ભીડ વધારે હોય છે.શ્રીમદ દેવી ભાગવતમાં ચંડીપાઠમાં જુદી જુદી સ્તુતિઓ છે અને તેમાં મહાઅર્ગલા સ્તોત્ર આવે છે.
ભગુડા ગામ ની અંદર ક્યારે તાળા મરાતા નથી અને માં ભગુડા ગામ ના હાજરહજુર બિરાજમાન છે, માં મોગલ પોતાના ભક્તો ના ધારિયા કામ પાર પડે છે અને મન ની મનોકામના પુરી કરી તેના ભક્તો પાર રાજી થઇ આશીર્વાદ આપે છે.
કહેવાય છે માં મોગલ ખુબ જ દયાળુ છે પરંતુ તેના ભક્તો ને ખુબ વહાલા લાગે છે પરંતુ દુષ્ટો માટે કાલી નાગણ સમાન તેજ અને કોપાયમાન છે.મંગળ વાર માં મોગલ નો વાર કહેવાય છે, મંગલ વાર ના દિવસે માં ના ભક્તો મંગળ વાર રય ને માં મોગલ ને રીઝવે છે.