ભગવાન દરેક સમયે બધી જગ્યા પર મૌજુદ રહે છે, તે કણ કણ માં છે. ભગવાન આપણી સાથે હંમેશા હોય છે. પરંતુ જયારે આપણે પરેશાની માં હોઈએ છીએ ત્યારે ભગવાન કોઈ ઈશારો આપીને આપણને આપણી ઉપસ્થિતિ વિશે જણાવે છે. આપણને પરેશાની થી બહાર કાઢે છે.સંસારિક માનવી એક બીજા થી ઘૃણા, ઈર્ષ્યા, દ્વેષ માં જ તેનું પૂરું જીવન વિતાવી દે છે.
જો કે પ્રેમ, શાંતિ, સદ્ભાવ થી જીતેલી પોતાની જિંદગી ને સાર્થક કરી શકાય છે. અમે તમને બે એવા જ મિત્રો ની કહાની વિશે જણાવીશું જેના પરથી ઘણું જાણવા મળશે, તો ચાલો જાણી લઈએ એના વિશે…એક નગર માં બે મિત્રો રેહતા હતા. તેમાંથી એક આંધળો હતો અને બીજો લંગડો. એટલે કે એક જોવા માં અસમર્થ હતો અને બીજો હરવા ફરવામાં.
આ કારણ થી બંને એકબીજા ની મદદ થી નગરમાં ફરી ફરીને ભિક્ષા માંગતા હતા અને એ રીતે તે બંને નું જીવન ચાલી રહ્યું હતું. આમ તો એ બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી, પરંતુ ક્યારેક ક્યારેક તેની વચ્ચે ઝગડો પણ થઈ જ હતો.આમ તો બંને ને એક બીજાની જરૂરત હતી, એટલા માટે તે તરત જ તેનો ઝગડો ખતમ કરી એકબીજા સાથે બોલવા પણ લાગતા. પરંતુ એક દિવસ બંને વચ્ચે કોઈ વાત પર થોડો ઝગડો એટલો વધી ગયો કે બંને હાથાપાઈ પર ઉતરી આવ્યા.
બંને એક બીજા ના હાથ થી માર ખાઈને અસહાય અવસ્થામાં આમ તેમ પડ્યા હતા. તેની આ દશા જોઈ પરમાત્મા ને ઘણી જ પીડા થઈ.પરમાત્મા એ વિચાર્યું કે જો આંધળા ને આંખ અને લંગડા ને પગ આપું તો બંને સુખી થઈ જશે. આ વિચારી પરમાત્મા આંધળા સમક્ષ પ્રકટ થયા. તેને લાગતું હતું કે તે ભગવાન પાસે થી તેના માટે આંખો જ માંગશે પરંતુ જેવું પરમાત્મા એ તેને પૂછ્યું કે વત્સ, કોઈ એક વરદાન માંગ, તે આંધળા એ તરત જ કહ્યું, હે ઈશ્વર, હું મારા લંગડા સાથીથી ખુબ જ પરેશાન છું.
તેને પણ આંધળો કરી દો. આ સાંભળી આશ્વર્યચકિત પરમાત્મા લંગડા માણસ પાસે પહુચ્યા. લંગડા વ્યક્તિ એ પરમાત્મા સામે કહ્યું, “પ્રભુ મારી કામના એ જ છે કે મારા આંધળા સાથી ને લંગડો કરી દો.”ઘોર આશ્વર્યચકિત થયેલા પરમાત્મા એ “તથાસ્તુ” કહી અને અંતર્ધ્યાન થઈ ગયા. આ રીતે આંધળો વ્યક્તિ લંગડો પણ થઈ ગયો અને લંગડો વ્યક્તિ આંધળો પણ. બંને પહેલે થી જ દુખી હતા, એક બીજા માટે દુઃખ માંગ્યું તો વધુ દુખી થઈ ગયા. આને બદલે જો આંધળો તેના માટે આંખો અને લંગડો તેના માટે પગ માંગી લેત તો તેનું દુઃખ સુખ માં બદલાઈ ગયું હોત.