ભગવાન શિવની અપાર કૃપા પ્રાપ્ત કરવા ધારણ કરો આ રુદ્રાક્ષ ……

WhatsApp Group Join Now

રુદ્રાક્ષ ભગવાન શિવને સૌથી પ્રિય છે. આ શિવ ભક્તોને પોતાની તરફ ખૂબ આકર્ષિત કરે છે. રુદ્રાક્ષ ના અનેક પ્રકાર તમને સરળતાથી મળી જાય છે. રુદ્રાક્ષ ને શ્રાવણ માસ માં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચમુખી રુદ્રાક્ષ નું વિશેષ મહત્વ હોય છે પંચમુખી રુદ્રાક્ષ નું જીવન માં ઘણો પ્રભાવ પડે છે. એવું માનવામાં આવે છે કે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન શિવ ની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. શિવજી ની આરાધના માં રુદ્રાક્ષ નું વિશેષ મહત્વ છે.

જેવી રીતે દેવોમાં વિષ્ણુ, ગ્રહો માં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓ માં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષ શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. રુદ્રાક્ષ ના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. શિવ ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષ નુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી.શિવ ભગવાન ના આશીર્વાદ બની રહે છે. અમે તમને બતાવી દઈએ કે આ રુદ્રાક્ષ ને ધારણ કરતા લોકોને વિશેષ સાવચેતી રાખવાની જરૂર હોય છે.

તેને પહેરવાથી હૃદય ને લગતી બીમારીઓ, તાણ, ચિંતા, બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગો ક્યારેય સ્પર્શતા નથી.સૌ પ્રથમ શિવ મંદિરમાં કોઈ બ્રાહ્મણ ના હાથે રુદ્રાક્ષ મેળવો, પછી રુદ્રાક્ષની પૂજા કરો અને હવન દ્વારા તેને ધારણ કરો.આ રુદ્રાક્ષ ને દરરોજ પહેરી શકાય છે. અંતિમવિધિમાં જતા સમયે અથવા નવજાત બાળક જન્મે ત્યારે તેને ઉતારી દેવું જોઈએ. માનવામાં આવે છે કે તે એક ઉચ્ચ ઉર્જાના સંવાહક છે.

તેથી આવી પરીસ્થિતિ પર તે પહેરવું જોઈએ નહીં.રુદ્રાક્ષને ક્યારેય પણ અશુદ્ધ અથવા માટી લાગેલ હાથોથી સ્પર્શ ન કરવો જોઇએ. તેનાથી તેનો વિપરીત પ્રભાવ પડે છે.જો તમે તેને દરરોજ પહેરી શકતા નથી, તો તેને તમારા પૂજા રૂમમાં એક સાફ બોક્સ માં રાખો અને તેની રોજ પૂજા કરો. રુદ્રાક્ષ ને મહેનતવાળા પૈસાથી જ ખરીદો. તેને ખરીદવા માટે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લો.

WhatsApp Group Join Now