લગભગ 99 ટકા કેલ્શિયમ હાડકાં અને દાંતમાં હોય છે અને બાકીનો એક ટકા લોહી અને નરમ પેશીઓમાં હોય છે. 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ અન્ય પોષક તત્વો જેટલું જ જરૂરી છે. જો તમને કોઈ કારણ વગર કોઈ વસ્તુ ઉપાડતી વખતે, ફરતી વખતે, ચાલતી વખતે, ઉઠતી વખતે કે બેસતી વખતે તમારા હાડકાંમાં દુખાવો થવા લાગ્યો હોય, તો બની શકે કે તમારા હાડકાં નબળાં થવા લાગ્યાં હોય અને તેના લીધે દુખાવો થતો હોય. એટલા માટે તમારે કેલ્શિયમથી ભરપૂર હોય તેવી વસ્તુઓને આહારમાં સમાવેશ કરવાની જરૂર છે.
અંજીર-અંજીરમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. તેનાથી શરીરને દરરોજ જરૂરી 10 ટકા કેલ્શિયમ મળે છે. તે જ સમયે, અંજીરમાં હાજર પોટેશિયમ શરીરને કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. સુકેલા અંજીર પણ ખાઈ શકાય છે અને તમે અંજીરને પલાળ્યા પછી પણ ખાઈ શકો છો.
ચિયા ના બીજ(તકમરિયા)– કેલ્શિયમથી ભરપૂર ચિયાના બીજ જોવામાં નાના હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા આપે છે. તેઓ માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ શરીરને સારી માત્રામાં ફોલેટ, આયર્ન અને દ્રાવ્ય ફાઇબર પણ પ્રદાન કરે છે. તેને પાણીમાં પલાળીને દહીં અથવા અનાજ સાથે પણ ખાઈ શકાય છે.
દૂધ– દૂધને કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં વિટામિન B12 અને વિટામિન D પણ હોય છે. એક ગ્લાસ દૂધ પીવાથી જ શરીરને 300mg કેલ્શિયમ મળે છે. જો તમે તમારા હાડકાંને મજબૂત બનાવવા માંગો છો, તો દરરોજ દૂધ પીવું તમારા માટે સારો વિકલ્પ છે.
સોયાબીન– જો તમે દરરોજ અડધો કપ સોયાબીન ખાશો તો તમારા શરીરને 230mg સુધી કેલ્શિયમ મળશે. જે મહિલાઓ કડક શાકાહારી આહારનું પાલન કરે છે, તેમના માટે તે કેલ્શિયમનો સંપૂર્ણ સ્ત્રોત છે. તેને શેકીને અથવા શેક્યા વિના પણ શાક તરીકે ખાઈ શકાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી– પાલક તેમજ લીલા પાંદડા વાળા અન્ય શાકભાજી કેલ્શિયમ ના સારા સ્ત્રોત છે. તેમજ, માત્ર અડધો કપ કોલાર્ડ ગ્રીન્સ 175mg સુધી કેલ્શિયમ પ્રદાન કરે છે.
(અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને તબીબી સલાહ લો)