આરોગ્યનો અર્થ જુદા જુદા લોકો માટે જુદો છે. પરંતુ જો આપણે સાર્વત્રિક દૃષ્ટિકોણ વિશે વાત કરીએ, તો પછી પોતાને સ્વસ્થ કહેવાનો અર્થ એ હોય છે કે આપણે આપણા જીવનની બધી સામાજિક, શારીરિક અને ભાવનાત્મક પડકારોને સફળતાપૂર્વક સક્ષમ થઇ શકે.
જો કે આજના સમયમાં, સ્વસ્થ રહેવા માટે ઘણી બધી આધુનિક તકનીકો હાજર છે, પરંતુ આ બધી એટલી અસરકારક નથી.શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહાવું જરૂરી છે, પરંતુ નહાતી વખતે તમે જે સાબુ લગાવો છો તે પણ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તમે વિચારતા હશો કે સારા સાબુથી શું નુકસાન થઈ શકે છે. તો ચાલો તમને તે નુકસાન વિશે જણાવી દઈએ.આજના સમયમાં વાળમાં લગાવવા માટે બજારમાં જુદા જુદા પ્રકારના શેમ્પુ મળતા હોય છે. એટલે ભૂલથી પણ સાબુને વાળ ઉપર ન લગાવવો જોઈએ. જો તમે વાળ ઉપર સાબુનો ઉપયોગ કરો છો, તો વાળ એકદમથી ખરાબ થઇ શકે છે.
એટલા માટે વાળ ઉપર હંમેશા શેમ્પુનો જ ઉપયોગ કરો.ઘણા લોકો આજના સમયમાં પણ ચહેરા ઉપર સાબુ લગાવતા હોય છે, પરંતુ ડોકટરોના જણાવ્યા મુજબ ચહેરા ઉપર ભૂલથી પણ ન લગાવવો જોઈએ. એવું એટલા માટે કેમ કે એમ કરવાથી તમારા ચહેરાની ત્વચા એકદમથી કાળી પડી જાય છે.
એવું કહેવામાં આવે છે કે સાબુમાં રહેલા કેમિકલ ચહેરાના પોષક તત્વને ધીમે ધીમે ખલાસ કરવા લાગે છે જેને કારણે તમારો ચહેરો એકદમથી કાળો થઇ જાય છે.એ વાત તો તમે બધા લોકો સારી રીતે જાણો છો કે નાક શરીરનું સૌથી કોમળ અંગો માંથી એક હોય છે. એટલે કે જો તમે ભૂલથી પણ તમારા નાકમાં સાબુ લગાવી દો છો, તો તમારું નાક ખુબ જ ખરાબ રીતે બળવા લાગે છે. તેની સાથે સાથે નાકમાં સાબુ લગાવવાને કારણે તે તમારા મગજ સુધી પણ પહોચી શકે છે.
જેથી તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે. એટલા માટે સ્નાન કરતી વખતે હંમેશા તમારા નાકથી સાબુને દુર જ રાખો. નાના બાળકોને નવડાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે સાબુ એના નાકમાં ના જાય, પછી ભલે એ બાળકોનો સ્પેશિયલ ડોકટરે લખી આપેલ સાબુ લીકવીડ કે સાબુ જ કેમ ના હોય.