બિમારીઓથી બચવા આયુર્વેદ મુજબ આ રીતે સૂવું જોઈએ….

WhatsApp Group Join Now

બીમારીઓ માંથી બચવા માંગતા હોય તો ભરપુર ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો, ભરપુર ઊંઘ ની સાથે સાથે સુવાની રીત પણ બીમારીઓ ને દુર રાખે છે, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, સુવાની એવી રીત, જેનાથી તમે ઘણી બીમારીઓ માંથી બચી શકો છો.

ઉંધુ સુવું: જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે આ સ્થિતિમાં એટલે કે પેટ નીચેની તરફ રહે તેમ સુઈ શકો છો. જેનાથી તમારું બ્લડ પ્રેશર નીચું રહે છે. જો કે આ સ્થિતિને કંઈ આદર્શ સ્થિતિ માનવામાં નથી આવતી તેના બીજા ગેરફાયદા પણ છે. કારણ કે આ સ્થિતિમાં સુતી વખતે આપણું શરીર અકુદરતી સ્થિતિમાં હોય છે જેના કારણે શરીરે ખાલી ચડી જાય છે જે હેલ્થ માટે યોગ્ય નથી. તેમ સુવાથી યુવાન વયે ચહેરા તેમજ શરીર પર કરચલીઓ પડી શકે છે.

ડાબા પડખે સુવું: જો તમે ડાબા પડખે સુવાનું પસંદ કરતા હોવ તો તેના ઘણા ફાયદા છે. એક સંશોધન પ્રમાણે આ સ્થિતિમાં જો ઉંઘવામાં આવે તો પેટ ફુલવું, હૃદય રોગ, પેટના રોગ, ગેસ, એસિડીટી, થાક વિગેરે સમસ્યામાંથી રાહત મળે છે. જ્યારે આપણે ડાબા પડખે સુઈએ છીએ ત્યારે લીવર પર ભાર નથી પડતો અને માટે શરીરમાંના ઝેરી તત્ત્વોને બહાર નીકળવામાં સરળતા રહે છે. આયુર્વેદમાં ડાબા પડખે સુવાની સ્થિતિને ઉત્તમ માનવામાં આવી છે.

જમણા પડખે સુવું: ડાબા પડખા કરતાં જમણા પડખે સુવાની સ્થિતિને યોગ્ય નથી માનવામાં આવતી. ઉપર જણાવ્યું તેની વિરુદ્ધ શરીરમાંના ઝેરી તત્ત્વોને શરીરમાંથી નીકળવામાં સરળતા નથી રહેતી. જેના કારણે હૃદય પર દબાણ આવે છે અને હાર્ટ રેટ પણ ઉંચો રહે છે સાથે સાથે પેટના રોગો પણ થાય છે. આયુર્વેદમાં પણ જમણા પડખે સુવાની મનાઈ છે.

ટુંટીયુ વાળીને સુવું: ઘણા લોકોને આ રીતે બે ગોઠણ વાળીને એક પડખે સુવાની આદત હોય છે. જેનો મુખ્ય ફાયદો એ હોય છે કે આ પોઝીશનમાં સુવાથી તમારા કરોડ રજુ પર કોઈ દબાણ નથી આવતું અને તમે જ્યારે સવારે ઉઠો ત્યારે તાજા-માજા ઉઠો છો. જો કે તેમ સુવાથી ડોક અને પીઠ દુખવાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.

WhatsApp Group Join Now