સુકાં અને કાળાં હોઠને ઘરે બેઠાં બનાવો કોમળ અને ગુલાબી ઘરેલું ઉપચારથી

WhatsApp Group Join Now

કાળા હોઠ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે, જે સુંદરતાને ખૂબ જ પ્રભાવિત કરે છે. તેનું એક મોટું કારણ છે વધુ પડતું સ્મોકિંગ પણ હોઈ શકેછે. છોકરો હોય કે છોકરી ગુલાબી હોઠ કોઈના પણ ચહેરાની સુંદરતા અનેક ગણ વધારી દે છે. તો હોઠ કાળા હોય તો ખૂબ જ આકર્ષક ચહેરો પણ વધુ સુંદર નથી લાગતો.ઘણીવાર તડકા માં વધારે રહેવાથી, સિગરેટ પીવાથી અને બ્યુટી પ્રોડક્ટ્સ નો વધારે ઉપયોગ કરવાથી હોઠ નો પ્રાકૃતિક રંગ બદલાઈ ને કાળો પડવા લાગે છે.

મહિલાઓ પોતાના હોઠના રંગ ને લઈને પુરુષોથી વધુ જાગરૂક હોય છે. એટલા માટે હોઠોને હંમેશા ગુલાબી બનાવી રાખવાનો સૌથી સારો ઉપાય ઘરેલુ નુસખા છે જે વગર કોઈ સાઈડ ઈફેક્ટે હોઠોને હંમેશા ગુલાબી કળીની જેમ ગુલાબી બનાવી રાખે છે.

  • બદામ ના તેલને આંગળીઓ ની મદદથી હોઠ પર રગડવું અને રોજ રાત્રે સૂતી વખતે બદામનું તેલ લગાવવાથી પણ કાળા હોઠ માંથી છુટકારો મળે છે.
  • હોઠ સુકાઈ જાય તોપણ તે કાળા પડી જાય છે. ગ્લીસરીન માં લીંબુ ભેળવીને હોઠ પર આ મિશ્રણને લગાડવું. એ પછી હોઠને સાફ કરી લેવા. ગ્લિસરીન લાંબા સમય સુધી હોઠને મુલાયમ બનાવી રાખે છે.
  • લીંબુના રસને મિશ્ર કરીને ફ્રીજમાં રાખી લો. આ મિશ્રણને સવાર-સાંજ દિવસ માં બે વખત હોઠ પર લગાડવું. એક કલાક માટે મિશ્રણને હોઠ પર લગાવી બાદમાં હોઠને સાફ કરી લેવા. લીંબુ હોઠનું કાળાપણું દૂર કરે છે અને મધ હોઠને કોમળ બનાવે છે.
  • શરીર માં પાણી ની ઓછી માત્રા હોય તોપણ તેની અસર હોઠ પર પડે છે. તો હોઠની સુંદરતા જોઈતી હોય તો પાણી પણ વધુ પીવું જોઈએ.
  • માખણ પણ હોઠ ને મુલાયમ બનાવી શકે છે. ખરડાયેલા હોઠ પર રોજ રાત્રે માખણ લગાવી ને સૂવાથી ખુબ જ રાહત મળે છે. તે હોઠને ગુલાબી અને કોમળ બનાવે છે.
WhatsApp Group Join Now