કેટલાક લોકો સૂતા પહેલા નહાવાનું પસંદ કરે છે, પછી અન્ય કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સૂઈ જાય છે ત્યારે જ તેમને સારી ઊંઘ આવે છે. એક વસ્તુ જે મોટાભાગના લોકોમાં સામાન્ય છે અને તે છે કે રાત્રે સૂતી વખતે તેમને ચાદર અથવા ધાબળાની જરૂર હોય છે. હવામાન ગમે તેવું હોય, મોટાભાગના લોકો બેડશીટ અથવા સારી ઊંઘ માટે ચાદર કે ધાબળા વગર સૂવાની કલ્પના કરી શકતા નથી.
જ્યારે આપણે ઊંઘી એ ત્યારે આપણા શરીરનું મુખ્ય તાપમાન ઘટી જાય છે અને સવારે 4 વાગ્યા સુધીમાં તો ઘણું ઓછું થઈ જાય છે. બ્લેન્કેટ આપણને આખી રાત ગરમાવો આપો છે અને આપણને કંપનથી બચાવે છે. બીજું એ કે સૂતી વખતે પોતાને બ્લેન્કેટથી ઢાંકવું એ સ્લીપ-વેક અપ સાયકલનો મહત્વનો ભાગ છે. તે આપણને નક્કી કરવામાં મદદ કરે છે કે ક્યારે આપણું શરીર ઊંઘવા માટે તૈયાર છે અને ક્યારે જાગવા માટે તૈયાર છે. નાનપણથી જ આ આદત આપણામાં વિકસિત થાય છે, જે મોટા થયા બાદ પણ યથાવત્ રહે છે.
જરનલ ઓફ સ્લીપ મેડિસિન એન્ડ ડિસઓર્ડરમાં 2015માં પબ્લિશ કરાયેલા સ્ટડીમાં ખુલાસો થયો છે કે, વજનમાં થોડો ભારે હોય તેવો બ્લેન્કેટ ઓઢીને ઊંઘવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. અમેરિકન જરનલ ઓફ ઓક્યુપેશનલ થેરાપીમાં 2020માં પબ્લિશ કરાયેલા સ્ટડી પ્રમાણે, તણાવ અને અનિદ્રાથી પીડાતા લોકોને બ્લેન્કેટ ખાસ મદદ કરે છે.
બ્લેન્કેટ આપણે રાત્રે સુરક્ષિત હોવાનું મહેસૂસ કરાવે છે. અંધારાનો ડર સામાન્ય ડર છે અને તેઓ ભયને છુપાવવા માટે બ્લેન્કેટનો ઉપયોગ કરે છે. જ્યારે આપણે મોટા થઈએ ત્યારે પણ તે યથાવત્ રહે છે. બ્લેન્કેટની અંદર આપણે પોતાને સુરક્ષિત અનુભવીએ છીએ.
બ્લેન્કેટ ખરીદો ત્યારે તે બ્રિધેબલ મટીરિલ્સથી બનેલો હોય તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે જ્યારે તમે તે માથા પર પણ ઓઢીને ઊંઘો તો સરળતાથી શ્વાસ લઈ શકો તેવો હોવો જોઈએ. આ સિવાય ઊંઘતી વખતે કમ્ફર્ટેબલ લાગે તે માટે સોફ્ટ પણ જોવો જોઈએ.