કયા વારે કેવી `ચા’ પીવાથી તમારા ભાગ્યાના સિતારા ચમકી ઉઠશે જાણો

WhatsApp Group Join Now

ચા એક એવું વ્યસન છે કે ઘરમાં એકથી બે લોકોને તો હશે છે. લોકોને ખાવા ના મળે તો ચેન પડે પણ જો ચા ના મળે તો એક પણ સેકેંડ ચેન પડે નહિ. ચા ભારતીય સમાજનુ એક અભિન્ન અંગ બની ચુકી છે. જેને તમે ઈચ્છવા છતા પણ નજર અંદાજ કરી શકતા નથી.

જે દિવસે ચા ન પીવો તો એવુ લાગે છે કે દિવસની શરૂઆત જ થઈ નથી. ચા માં કૈફીન અને ટૈનિન હોય છે જે શરીરમાં ઉર્જા ભરી દે છે. દરેક માણસની સવારની શરૂઆત ચાથી થાય છે, જેને સામાન્ય ભાષામાં બેડ ટી કહેવામાં આવે છે. તેઓ માને છે કે બેડ ટી વિના, તેમની આંખો ખુલતી નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચાના કપથી ગ્રહોને વધુ સારા બનાવીને સારા નસીબ મેળવી શકાય છે. તો ચાલો જાણી લઈએ કયા દિવસોમાં કેવી ચા પીવી જોઈએ.
  • રવિવારે ગોળની ચા પીવી શુભ ગણાય છે. આ દિવસે ચામાં આદુનો ઉપયોગ ન કરવો. એવું કરવાથી સૂર્ય ગ્રહ મજબૂત બને છે.
  • સોમવારે સુગર મિક્સ કરીને પછી ચા પીવી. તેનાથી ચંદ્રની શુભ અસરો વધે છે.
  • મંગળવારે લવિંગ અને ગોળની ચા પીવો. એનાથી મંગળની અશુભ અસર દૂર થાય છે.
  • બુધવારે તુલસીની ચા પીવી. આ દિવસે તુલસીની ચા પીવાથી બુધના પ્રભાવ માં વૃદ્ધિ થાય છે.
  • ગુરુવારે મધ વાળી ચા પીવી જોઈએ. આ દિવસે ચામાં થોડું કેસર નાખવું અને પીવું પણ શુભ માનવામાં આવે છે.
  • શુક્રવારે સુગર વાળી ચા પીવો. આ દિવસે ચામાં એલચી ઉમેરી શકાય છે. આ શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે. લીંબુની ચા શુક્રવારે ન પીવી જોઇએ.
  • શનિવારે ચામાં મરી અને લીંબુ નાખીને પીવું શુભ ગણાય છે. તમે આ દિવસે દૂધ વિના બ્લેક ટી પણ પી શકો છો.
WhatsApp Group Join Now