WhatsApp Group
Join Now
આજના સમયમાં આપણે આપણા શરીર, ચહેરા અને વાળ પર વધુ ધ્યાન આપીએ છીએ. પરંતુ આપણા શરીરની ખૂબ જ જરૂરિયાતમંદ વસ્તુ આંખો પર વધુ ધ્યાન આપી શકતા નથી. જેના કારણે આંખોનો પ્રકાશ ધીરે ધીરે ઓછો થાય છે અને આપણે ચશ્માં નો ઉપયોગ કરવો પડે છે. તો આજે અમે તમને આંખોની રોશની તેજ કરીને ચશ્માને દૂર કરવાના ઘરેલું ઉપાય જણાવીશું, તો ચાલો જાણી લઇએ વિગતવાર.
- સવારના સમયે ઉઠીને કોગળા કર્યા વગર મોઢાની લાળ(Saliva) પોતાની આંખમાં કાજળની જેમ લગાવો. સતત 6 મહિના કરતા રહેવાથી ચશ્માનો નંબર ઓછો થઈ જાય છે.
- આમળાના પાણીથી આંખો ધોવાથી કે ગુલાબજળ નાખવાથી આંખો સ્વસ્થ રહે છે.
- પગના તળિયે સરસિયાના તેલની માલિશ કરીને સૂવો. સવારના સમયે ઉઘાડા પગે લીલા ઘાસ પર ચાલો અને નિયમિત રૂપે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો. આંખની નબળાઈ દૂર થઈ જશે.
- એક ચણાના દાણા જેટલી ફટકડીને સેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાખીને મુકી દો. રોજ રાત્રે સૂતી વખતે આ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખોમાં નાખો. સાથે જ પગના તળિયા પર ઘીની માલિશ કરો, તેનાથી ચશ્માના નંબર ઓછા થઈ જાય છે.
- બદામની ગિરી, મોટી વરિયાળી અને સાકર ત્રણેયને સમાન પ્રમાણમાં ભેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચી માત્રામં એક ગ્લાસ દૂધ સાથે રાત્રે સૂતા સમયે લો. આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી પડવુ, આંખ આવવી, આંખોની દુર્બળતા વગેરે થતા રાત્રે આઠ બદામ પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પી જાવ.
- બેલપત્રનો 20થી 50 મિલી. રસ પીવાથી અને 3થી 5 ટીપા આંખોમાં કાજળની જેમ લગાવવાથી રતાંધાગળા રોગમાં આરામ મળે છે.
- કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારી છે. શેરડીનો રસ પીવો. એક લીંબૂ એક ગ્લાસ પાણીમાં પીતા રહેવાથી જીવનભર નેત્ર જ્યોતિ બની રહે છે.
- હળદરની ગાંઠને તુવેરની દાળમાં ઉકાળીને છાયડામાં સુકાવીને પાણીમાં ઘસીને સૂર્યાસ્ત પહેલા દિવસમાં બે વાર આંખમાં કાજળની જેમ લગાવવાથી આંખની લાલિમા દૂર થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.
WhatsApp Group
Join Now