ફકત દોરો બાંધવાથી દરેક મનોકામના થાય છે પુરી આ મંદીરમાં

WhatsApp Group Join Now

દેવી માં ના એવા જ મંદિરો માંથી એક મંદિર એવું પણ છે, જેમાં માન્યતા છે કે આ મંદિર ના પ્રાંગણ માં આવેલા ઝાડ ની શાખા પર ભક્ત એમની ઈચ્છા પૂરી કરવા માટે એક પવિત્ર ધાગો (દોરો) બાંધે છે, જેનાથી એની મનોકામના પૂરી થઇ જાય છે.અમે વાત કરી રહ્યા છીએ, હરિદ્વાર ના શિવાલિક પર્વતમાળા પર બિલવા નામના પહાડી પર બનેલા માં મનસા દેવી ના પ્રસિદ્ધ મંદિરની.

મનસા નો અર્થ ઈચ્છા થી થાય છે અને માનવામાં આવે છે કે દેવી એના ભક્તો ની મનોકામના ને પૂરી કરે છે. આ મંદિર માં દેવીની બે મૂર્તિઓ છે. એક મૂર્તિની પાંચ બાજુ અને ત્રમ મુખ છે. જયારે બીજી મૂર્તિની આઠ બાજુઓ છે. આ મંદિર ૫૨ શક્તિપીઠ માંથી એક છે.
હરિદ્વાર ના ‘ચંડી દેવી’ અને માયા દેવી’ ની સાથે ‘મનસા દેવી’ ને પણ સિદ્ધ પીઠો માં મુખ્ય માનવામાં આવે છે.

મનસા દેવી ને શક્તિ નું એક રૂપ માનવામાં આવે છે. નવરાત્ર તહેવાર શરૂ થતા જ અહી સવાર સાંજ સુધી ભક્તો પણ લાંબી લાઈન લગાવે છે. સાંજના સમયે માતા ની ભવ્ય આરતી જોવા માટે પણ ભક્તો ની ભારે ભીડ રહે છે.આ મંદિર માં મનસા દેવી ને સમર્પિત છે, જેને વાસુકી નાગની બહેન માનવામાં આવે છે. સનાતન ધર્મ ની માન્યતા અન્સુઅર માં મનસા દેવી માતા શક્તિ નું જ એક રૂપ છે. તે કશ્યપ ઋષિ ની પુત્રી હતી અને એના મનથી ઉત્પન્ન થઇ હતી. એટલા માટે તે મનસા તરીકે જાણીતી થઇ. નામ અનુસાર માં મનસા દેવી ભક્તો ની મનસા (ઈચ્છા) પૂર્ણ કરનારી છે. ભક્ત એમની મનોકામના પૂર્ણ કરવા માટે અહી ઝાડની શાખા પર એક પવિત્ર દોરો બાંધે છે.ભક્ત એમની ઈચ્છા પૂરી કરવા માટે મંદિર પ્રાંગણ માં આવેલા ઝાડ ની શાખા પર એક પવિત્ર દોરો બાંધે છે,

જયારે ભક્તો ની ઈચ્છા પૂરી થઇ જાય છે, તો ભક્ત ફરીથી આવીને તે દોરા ને તાયથી ખોલી નાખે છે. આ પ્રથા થી માતા પ્રત્યે અસીમ શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠા જોવા મળે છે. ભક્ત મનસા માં ને ખુશ કરવા માટે મંદિર માં નારિયેળ, મીઠાઈ વગેરે ભેટ સ્વરૂપ ચડાવે છે. આ મંદિર સિદ્ધ પીઠ છે, જ્યાં ઈચ્છિત આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

WhatsApp Group Join Now