માત્ર શાક બનાવવા કે સલાડ બનાવવામાં જ ડુંગળી ઉપયોગી નથી પણ તેના ઘણા ફાયદા છે.ગરમીમાં કાચી ડુંગળી ખાવાથી લૂ નથી લાગતી. આ સિવાય ઘણી બીમારીઓ માટેનો રામબાણ ઈલાજ છે. કેટલીક એવી બીમારી છે જે વરસાદમાં થાય છે. જેમાં તમારે ધ્યાન આપવાની જરૂર છે. રોગોથી બચવા માટે તમે ઘરેલું પદ્ધતિઓ પણ અપનાવી શકો છો.બેક્ટેરિયા અને વાયરલ ચેપ લાગે છે અને તમને અનેક બીમારીઓ થાય છે. જેનાથી બચવા માટે મહત્વપૂર્ણ છે કે તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો જેથી કોઈ રોગ તમને સ્પર્શે નહીં.
અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ડુંગળી તમને તમારી બીમારીને મટાડી શકે છે.તેની મદદથી તમે વરસાદમાં થતાં ઘણા વાયરલ ચેપથી રાહત મેળવી શકો છો. આ માટે, થોડી ડુંગળી લો. તેને નાના અને પાતળા ટુકડા કરી લો. આ ટુકડાઓને 5 થી 6 કલાક પાણીમાં પલાળી રાખો. આ પછી દિવસમાં બે વખત આ પેસ્ટનો ઉપયોગ કરો.થોડા દિવસ તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમને શરદી અને ખાંસીથી રાહત મળશે
તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે. આ તમને અનેક રોગોથી દૂર રાખશે.ધ્યાનમાં રાખો કે તેનું પ્રમાણ વધારે ન હોવું જોઈએ. એક નાની ચમચી પર્યાપ્ત છે. તે બંધ નાક ખોલવાની સાથે ગળામાંથી ટોક્સિન દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.ડુંગળીની તાસીર ગરમ હોય છે.
એવામાં તમને શરદી થઈ હોય તો ડુંગળી તમારા માટે દવાનું કામ કરે છે. તેના સેવનથી બંધ નાક અને શરદીમાં રાહત મળે છે.જો કફ સાથે ઉધરસ હોય તો દેશી ઘી સાથે કાળા મરી મિક્ષ કરીને ખાઓ. આ સિવાય તમે આદુને નાના ટુકડા કરી મીઠાની સાથે ખાઈ શકો છો. આ તમામ ઘરેલું ઉપચારથી શરદી અને ખાંસીથી રાહત મળશે.